ગ્લોબલ ન્યૂઝ / મિડલ ઈસ્ટ બ્રેકિંગ:
અમેરિકામાં મિડટર્મ ચૂંટણી માટેના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે વૈશ્વિક રાજકારણ અને સુરક્ષા ક્ષેત્રે મોટા ધડાકાના સમાચાર સામે આવ્યા છે. ઈરાનના કેશ્મ દ્વીપ (Qeshm Island) પર એક સાથે ૫ શક્તિશાળી ધમાકા થવા ઉપરાંત બંદર લેંગેહ શહેરમાં પણ વિસ્ફોટો થયાના અહેવાલો મળી રહ્યા છે.
અમેરિકી હુમલાનો દાવો અને ઈરાનનો પલટવાર:
અમેરિકી મીડિયા ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ આ હુમલો અમેરિકા દ્વારા કરવામાં આવ્યો છે. જોકે, ઈરાની મીડિયાએ હજુ સુધી આ હુમલા પાછળ અમેરિકા કે ઈઝરાયેલનો હાથ હોવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ ઈરાને દાવો કર્યો છે કે તેમણે આકાશમાં ત્રાટકેલા અમેરિકાના ૨ MQM-170 જાસૂસી ડ્રોન સફળતાપૂર્વક પાડી દીધા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનું મોજું:
ચૂંટણીના માહોલ વચ્ચે મધ્ય પૂર્વમાં અચાનક ફાટી નીકળેલા આ સંઘર્ષ અને વિસ્ફોટોને કારણે વૈશ્વિક સ્તરે યુદ્ધ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જેના પર આખી દુનિયાની નજર ટકેલી છે.