બિઝનેસ / માર્કેટ બ્રેકિંગ:
દેશભરમાં તહેવારોની રોનક અને મીઠાઈઓની માંગ વચ્ચે ખાંડના બજારમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તહેવારોની મોસમ વચ્ચે જ ખાંડના ભાવમાં વધારો નોંધાયો છે, જેના કારણે આગામી દિવસોમાં ગૃહિણીઓનું બજેટ વધુ ડામાડોળ થઈ શકે છે.
રિકવરી રેટમાં ઘટાડાથી ઉત્પાદન પર અસર:
નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ (NFCSF) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, શેરડીમાંથી ખાંડ મેળવવાના સરેરાશ દર એટલે કે ‘રિકવરી રેટ’ માં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ સીઝનમાં આ રિકવરી રેટ ઘટીને માત્ર ૮.૦૧ ટકા રહ્યો છે, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન તે ૮.૪૪ ટકા હતો.
ભાવ ઘટવાની શક્યતા ઓછી:
ઉત્પાદન ઘટવાની આ સ્થિતિને કારણે આગામી સમયમાં બજારમાં ખાંડના ભાવમાં ઘટાડો થવાની શક્યતા નહિવત સમાન છે. તહેવારોમાં મીઠાઈઓ અને ખાદ્યપદાર્થોના વપરાશ વચ્ચે ખાંડ મોંઘી થવાથી સામાન્ય ગ્રાહકોની ચિંતામાં વધારો થયો છે.