બ્રેકિંગ ન્યૂઝ ગ્લોબલ ન્યૂઝ

સાઉદી અરબના યમનમાં ભીષણ હવાઈ હુમલા

રિયાધ / ઇન્ટરનેશનલ બ્રેકિંગ:

મિડલ ઈસ્ટમાંથી એક અત્યંત મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સાઉદી અરબની સેના દ્વારા યમનની રાજધાની સના (Sana’a) ની આસપાસના વિસ્તારોમાં આવેલા હુથી વિદ્રોહીઓના મુખ્ય ઠેકાણાઓ પર અત્યંત ભીષણ હવાઈ હુમલા (Airstrikes) કરવામાં આવ્યા છે. આ હુમલાઓમાં મોટાપાયે ખુવારી થઈ હોવાના અહેવાલ છે.

જાનમાલનું નુકસાન:

મળતી પ્રાથમિક માહિતી મુજબ, સાઉદી સેનાના આ જવાબી હવાઈ હુમલામાં ૩૩ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૩૯ કરતાં વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેને લઈને સ્થાનિક સ્તરે હહાકાર મચી ગયો છે.

જવાબી કાર્યવાહીનું કારણ:

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ રિયાધ એરપોર્ટ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના ગણતરીના કલાકો બાદ જ સાઉદી સેનાએ આક્રમક વલણ અપનાવીને આ જવાબી કાર્યવાહી કરી છે. બીજી તરફ, હુથી વિદ્રોહીઓએ પણ સાઉદી અરબના મહત્વપૂર્ણ ઓઈલ માળખાં (Oil Infrastructure) અને સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ તથા ડ્રોન હુમલાઓ કરવાની સત્તાવાર જવાબદારી સ્વીકારી લીધી છે, જેના કારણે ક્ષેત્રમાં યુદ્ધ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

You may also like

NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
લાઇફસ્ટાઇલ ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ધર્મનો લલકાર

ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવાના નામે ફ્રોડ

બેંક અધિકારીઓ તરીકે ઓળખ બનાવીને ફોન કરે છે; OTP છેતરપિંડીથી કેવી રીતે બચવું તે જાણો
Translate »