બ્રેકિંગ ન્યૂઝ લાઇફસ્ટાઇલ ગ્લોબલ ન્યૂઝ ભારતનો લલકાર

ઓમાન નજીક ભારતીય માલવાહક જહાજ ‘એમએસવી અલ યુસુફી’ પર હુમલો

નેશનલ / વર્લ્ડ બ્રેકિંગ:
આંતરરાષ્ટ્રીય જળમાર્ગ અને દરિયાઈ સુરક્ષાને લઈને એક અત્યંત ચિંતાજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઓમાનના દરિયા કિનારા નજીક એક ભારતીય માલવાહક જહાજ ‘એમએસવી અલ યુસુફી’ (MSV Al Yusufi) પર અચાનક હુમલો થયો છે. આ ભયાનક દુર્ઘટનામાં ગુજરાતના ગંધાર વિસ્તારના વતની અને નાવિક નહીમ અઝીઝનું કરુણ મોત નીપજ્યું છે, જેના કારણે પરિવાર અને સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
૧૩ નાવિકોનો આબાદ બચાવ:
આ હુમલા બાદ જહાજ પર સવાર અન્ય ભારતીય નાવિકો મુશ્કેલીમાં મુકાયા હતા, જોકે ઓમાન કોસ્ટ ગાર્ડ દ્વારા ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ૧૩ ભારતીય નાવિકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને કેન્દ્રીય શિપિંગ મંત્રી સરબાનંદ સોનોવાલે આ દુર્ઘટના બદલ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
સરકાર દ્વારા સહાય અને દેહ પરત લાવવાની કવાયત:
વિદેશ મંત્રાલય અને ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ (Embassy) દ્વારા સંયુક્ત રીતે બચેલા નાવિકોને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ સાથે જ મૃતક નાવિકના પાર્થિવ દેહને સન્માનપૂર્વક ગુજરાત પરત લાવવા માટે પણ સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »