ભાવનગર / ક્રાઈમ બ્રેકિંગ:
ભાવનગર શહેરમાં સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર ચર્ચિત કાજલ બારૈયા હત્યા કેસમાં ન્યાયની મોટી જીત સામે આવી છે. દીકરી કાજલ બારૈયાની જાહેરમાં નિર્દયતાપૂર્વક હત્યા કરનાર આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણી વિરુદ્ધ કોર્ટે ઐતિહાસિક અને સખત ચુકાદો આપતા તેને ‘અંતિમ શ્વાસ સુધીની સજા’ ફટકારી છે.
ઘટના અને ઝડપી પોલીસ તપાસ:
ગત ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ફૈઝલ ઉર્ફે ખાટકી નામના શખ્સે કાજલ બારૈયા નામની યુવતીની જાહેરમાં ઘાતકી હત્યા કરી નાખી હતી. આ ગંભીર બનાવની નોંધ લઈને નીલમબાગ પોલીસે માત્ર એક જ મહિનામાં એટલે કે ૪ ઓક્ટોબરના રોજ કોર્ટમાં મજબૂત પુરાવા સાથેની ચાર્જશીટ દાખલ કરી દીધી હતી.
માત્ર ૬૨ દિવસમાં ફૈસલો:
ઘટનાને આજે માત્ર ૬૨ દિવસ થયા છે ત્યારે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.વી. બુખારી સાહેબની મુખ્ય કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ધ્યાને રાખીને આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને જ્યાં સુધી તેના શ્વાસ ચાલશે ત્યાં સુધી જેલની પાછળ એટલે કે અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે, જેનાથી ન્યાયતંત્ર પરનો લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

