ક્રાઇમ બ્રેકિંગ ન્યૂઝ ધર્મનો લલકાર ભારતનો લલકાર

ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફની આડમાં ધર્માંતરણનો ખેલ?

લખનૌ / નેશનલ ક્રાઈમ બ્રેકિંગ:

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ સ્થિત જાણીતી કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU) માંથી એક અત્યંત સંવેદનશીલ અને સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. અહીં મુસ્લિમ ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની એક ગેંગ દ્વારા હિન્દુ મહિલા ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફને ટાર્ગેટ કરીને ધર્માન્તરણ કરાવવાના અને શોષણ કરવાના ગંભીર આરોપો લાગ્યા છે.

 STFની ઝીણવટભરી તપાસમાં ખુલાસા:

આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું છે કે KGMU ના પેથોલોજી વિભાગના રેસિડેન્ટ ડૉક્ટર રમીઝઉદ્દીન નાયક ઉર્ફે રમીઝ મલિક દ્વારા અનેક હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક-માનસિક શોષણ કરવામાં આવતું હતું અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરાતું હતું. અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં આશરે ૨૦ જેટલી હિન્દુ યુવતીઓની જિંદગી પ્રભાવિત થઈ હોવાની વિગતો સામે આવી છે, જેમાં એક પીડિતાએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.

 વહીવટી તંત્રની બેદરકારી અને મહિલા આયોગની એન્ટ્રી:

સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે આ અગાઉ પણ પીડિત મહિલાઓ દ્વારા અનેક ફરિયાદો કરવા છતાં યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નહોતા. આખરે પીડિત મહિલા ડૉક્ટરે મહિલા આયોગનો સંપર્ક કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને તંત્ર હરકતમાં આવ્યું હતું. હાલ આ મામલે સઘન કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »