ક્રાઇમ બ્રેકિંગ ન્યૂઝ

બ્લેકમેલિંગથી કંટાળી યુવકની આપઘાત યુવક પાસે લાખો પડાવનાર યુવતી સહિત બે સામે FIR

મહેસાણા
અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા ૪૩ વર્ષીય જયેન્દ્રભાઈ જયંતિલાલ પ્રજાપતિ નામના યુવકને બ્લેકમેલ કરી, લાખો રૂપિયા પડાવીને આત્મહત્યા કરવા મજબૂર કરવાના મામલે એક યુવતી સહિત બે શખ્સો સામે મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક જયેન્દ્રભાઈ ગત ૨૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ઘરેથી નોકરી જવાનું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ મહેસાણામાં પાંચ લીમડી સામે રેલવે ટ્રેન નીચે આવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસ તપાસ દરમિયાન વાડજ ડી-માર્ટ પાસે પાર્ક કરેલી તેમની મોટરસાયકલની ડેકીમાંથી એક સ્યુસાઇડ નોટ અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
મૃતકે સ્યુસાઇડ નોટમાં ગંભીર આક્ષેપ કર્યો હતો કે, દ્રષ્ટિ ઉર્ફે દરશુ રાઠોડ (રહે. શ્રીખા ટેનામેન્ટ, ન્યુ રાણીપ) નામની યુવતી અને દક્ષેશ પ્રજાપતિ નામના શખ્સે તેમને લાંબા સમયથી સતત બ્લેકમેલ કરી હેરાન-પરેશાન કર્યા હતા. યુવતીએ બ્લેકમેલિંગ કરીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા એટલું જ નહીં, પરંતુ ચાર જેટલા મોંઘા મોબાઇલ ફોન પણ ખરીદાવી તેના હપ્તા મૃતક પાસે ભરાવ્યા હતા. આ અસહ્ય માનસિક ત્રાસ અને આર્થિક શોષણથી કંટાળીને તેમણે આ અંતિમ પગલું ભરી લીધું હતું.
મૃતકના મોટાભાઈ ભદ્રેશભાઈ પ્રજાપતિની ફરિયાદના આધારે પોલીસે દ્રષ્ટિ મિસ્ત્રી અને દક્ષેશ પ્રજાપતિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને કાયદાકીય જોગવાઈઓ હેઠળ આત્મહત્યાની દુષ્પ્રેરણનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે.

You may also like

બ્રેકિંગ ન્યૂઝ સુરત

સોનાના ભાવમાં ભડકો:સુરતની ‘ગોલ્ડ ઘારી’ મોંઘીદાટ

સુરત / ફેસ્ટિવલ બ્રેકિંગ: સોનાના આસમાને પહોંચેલા ભાવની સીધી અને મોટી અસર સુરતની વિશ્વપ્રસિદ્ધ વાનગી ‘ગોલ્ડ ઘારી’ (Gold Ghari) પર
ક્રાઇમ બ્રેકિંગ ન્યૂઝ ખાખીની ખટપટ ગુજરાતનો લલકાર

બોરની ઓરડીમાંથી ચાલતું નકલી શેરબજાર કોલ સેન્ટર ઝડપાયું: સાયબર ક્રાઈમે દરોડા પાડી ૮ શખ્સોને દબોચ્યા!

મહેસાણા / સાયબર ક્રાઈમ બ્રેકિંગ: મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસે શેરબજારમાં ઊંચા વળતર અને વધુ કમાણીની લાલચ આપીને નિર્દોષ લોકો સાથે
Translate »