પોલિટિક્સ બ્રેકિંગ ન્યૂઝ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

આદિવાસી સમાજના ઉત્થાન માટે ભાજપનો મેગા પ્લાન:’જનજાતિ ગૌરવ સપ્તાહ’ની તડામાર તૈયારીઓ શરૂ

રાજપીપળા / પોલિટિકલ અપડેટ:

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે આગામી તા. 11 નવેમ્બરથી ‘જનજાતિ ગૌરવ સપ્તાહ-2026’ની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. આ ઉજવણીની તૈયારીઓ અને કાર્યક્રમોની રૂપરેખા ઘડવા માટે રાજપીપળા સ્થિત ‘કમલમ’ કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

કમલમ ખાતે દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ:

સાંસદ મનસુખભાઈ વસાવા, રાજ્યસભા સાંસદ મુકેશભાઈ રાઠવા તથા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક મળી હતી.જેમાં જિલ્લાભરમાંથી ભાજપના આગેવાનો, જનજાતિ મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા. બેઠકમાં જનભાગીદારી વધારીને ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ, બલિદાન અને આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસને જન-જન સુધી પહોંચાડવા અંગે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું.

યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા આહ્વાન:

આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ માત્ર કાગળ પર ન રહેતાં આદિવાસી પરિવારોના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવે તે માટે કાર્યકરોએ સેતુરૂપ ભૂમિકા ભજવવી પડશે. સપ્તાહ દરમિયાન વિવિધ સેવાકીય, જાગૃતિ અને જનસંપર્કલક્ષી કાર્યક્રમો યોજી નવી પેઢી સુધી ભગવાન બિરસા મુંડાના વિચારો પહોંચાડવાનો સંકલ્પ લેવાયો છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »