નેશનલ / કલ્ચર બ્રેકિંગ:
ભારતીય શાસ્ત્રીય સંગીત પરંપરાના મહાન ત્રિમૂર્તિ પૈકીના એક અને કર્ણાટક શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ રચયિતા મુથુસ્વામી દીક્ષિતારની ૨૫૦મી જન્મજયંતિને યાદગાર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વારાણસી સ્થિત IIT-BHU ખાતે ભવ્ય સમારોહમાં ₹૨૫૦નો વિશેષ સ્મારક સિક્કો અનાવરિત કર્યો હતો.
સિક્કાની વિશેષતાઓ:
આ સ્મારક સિક્કો કલા અને સંગીત પ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અંદાજે ૩૫ ગ્રામ વજન ધરાવતા આ સિક્કાની બનાવટમાં ધાતુઓનું ચોક્કસ મિશ્રણ કરવામાં આવ્યું છે, જેમાં ૫૦% ચાંદી, ૪૦% તાંબુ, ૫% નિકલ અને ૫% ઝીંકનો સમાવેશ થાય છે.
મહાન રચયિતાને શ્રદ્ધાંજલિ:
ભારતીય સંગીત સંસ્કૃતિમાં અમૂલ્ય પ્રદાન આપનાર મુથુસ્વામી દીક્ષિતારના યોગદાનને ચિરંજીવી રાખવા માટે જાહેર કરાયેલા આ સ્મારક સિક્કાને લઈને દેશભરના સંગીત જગતમાં અને કલાકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.