અમદાવાદ / ગાંધીનગર બ્રેકિંગ:
ગુજરાતમાં યુવાધન બરબાદ કરતી ગેરકાયદેસર હુક્કાબારની પ્રવૃત્તિઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અત્યંત આક્રમક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકની કડક સૂચનાના આધારે SMCની અલગ-અલગ ટીમોએ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં કુલ ચાર સંભવિત સ્થળો પર ઓચિંતા દરોડા પાડ્યા હતા.
કયા વિસ્તારોમાં થઈ કાર્યવાહી?
આ મેગા ડ્રાઈવ દરમિયાન અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારો જેવા કે સરખેજ, એલિસબ્રિજ અને ચાંદખેડા તેમજ ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની હદમાં ધમધમતા ગેરકાયદે હુક્કાબારોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ટેમ્પ્ટેશન કાફે સહિત ચાર જગ્યાએ રેડ:
પોલીસની પ્રાથમિક કાર્યવાહી ગાંધીનગરના ભાઈજીપુરા ફ્લાયઓવર નજીક આવેલી ‘ટેમ્પ્ટેશન કાફે’ પર કરવામાં આવી હતી, જ્યાંથી ૬ હુક્કા સહિત રૂ. ૮,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પરથી ૧૨ ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ચારેય સ્થળો મળીને કુલ રૂ. ૨.૭૨ લાખથી વધુનો પ્રતિબંધિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને સંચાલકો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

