પોલિટિક્સ બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વનરક્ષકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું: સરકાર સાથેની બેઠક નિષ્ફળ જતાં અચોક્કસ મુદતની હડતાળ યથાવત!

ગાંધીનગર / સ્ટેટ બ્રેકિંગ:
ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને છેલ્લા ૬ દિવસથી આંદોલન ચલાવી રહેલા વનરક્ષકો અને વન કર્મચારીઓનું આંદોલન હજુ પણ યથાવત રહેશે. સરકાર સાથે પ્રશ્નોના નિરાકરણ માટે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક કોઈપણ સંતોષકારક પરિણામ વગર નિષ્ફળ ગઈ છે.
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે બેઠક બેનજીત:
વન રક્ષક સક્ષમ કર્મચારી મંડળના બેનર હેઠળ ચાલી રહેલા આ આંદોલનને લઈને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે કર્મચારીઓની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં રિસ્ક એલાઉન્સ, ગ્રેડ પે, બદલી, બઢતી, ભરતી અને રજા પગાર જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.
લેખિત સૂચના ન મળતા હડતાળ ચાલુ રાખવાની જાહેરાત:
કર્મચારી નેતા નિલેશ ભરવાડે જણાવ્યું હતું કે નાણા વિભાગને લગતા પ્રશ્નો અંગે સરકાર તરફથી કોઈ સ્પષ્ટ લેખિત ખાતરી કે સૂચના ન મળવાને કારણે કર્મચારીઓમાં નારાજગી પ્રસરતી જોવા મળી છે. યોગ્ય પ્રતિસાદ ન સાંપડતા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન અને હડતાળ યથાવત રાખવાનો આખરી નિર્ણય લેવામાં આવ્યો છે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »