ગાંધીનગર / એજ્યુકેશન બ્રેકિંગ:
ગુજરાતમાં શિક્ષણ જગત અને વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક અત્યંત સંવેદનશીલ અને દૂરંદેશીભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. આજની સ્પર્ધાત્મક યુગમાં વધતા માનસિક તણાવ અને વિદ્યાર્થીઓ દ્વારા લેવાતા આત્મહત્યા જેવા આતંકવાદી પગલાંને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૯ થી ૧૨ની તમામ શાળાઓ માટે માનસિક સ્વાસ્થ્ય અંગેનો નવો અને મહત્વપૂર્ણ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
શાળાઓમાં રચાઈ રહી છે ‘સ્કૂલ વેલનેસ ટીમ’:
નવા નિયમ અનુસાર હવે પ્રત્યેક શાળામાં ‘સ્કૂલ વેલનેસ ટીમ’ની રચના કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર નજર રાખશે. આ ટીમ અંતર્ગત ‘મનો-મિત્ર’ વિદ્યાર્થીઓના સાચા ભાવનાત્મક સહારે બનશે અને તેમને તણાવમુક્ત રાખવામાં મદદ કરશે.
કાઉન્સેલરની અનિવાર્ય નિયુક્તિ:
સરકારના આ આદેશ મુજબ જે શાળાઓમાં ૧૦૦ કે તેથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે, તે તમામ શાળાઓમાં કાઉન્સેલરની ફરજિયાત નિમણૂક કરવી પડશે. માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં પરંતુ વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય પણ મજબૂત બને તે માટે સરકારનું આ ડગલું ખૂબ જ આવકારદાયક સાબિત થશે.
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય