વડોદરા / ક્રાઈમ બ્રેકિંગ:
વડોદરા ગ્રામ્ય LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે બુટલેગરો સામે મોટી કાર્યવાહી કરતા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર સાવલી નજીકના દોડકા ટોલનાકા પાસે રાયકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરીને જઈ રહેલા એક આઇસર ટ્રકને ઝડપી પાડ્યો છે.
૧૬ હજારથી વધુ દારૂની બોટલો જપ્ત:
પોલીસે આઇસર ટ્રકની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ ૫૪૨ પેટીઓ મળી આવી હતી, જેમાં ૧૬,૪૦૪ બોટલ અને ટીન બરામદ કરવામાં આવ્યા છે. પોલીસે આઇસર ટ્રક અને દારૂના જથ્થા સહિત કુલ રૂ. ૮૨,૮૩,૩૬૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજસ્થાનના તસ્કરની ધરપકડ, તપાસ તેજ:
આ મામલે પોલીસે રાજસ્થાનના બાડમેરના રહીશ આશુરામ બિશ્નોઇની સ્થળ પરથી જ ધરપકડ કરી છે. આ દારૂનો મસમોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં ભાદરવા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

