પોલિટિક્સ બ્રેકિંગ ન્યૂઝ મહાનગરનો લલકાર

ગણપતભાઈ પટેલનું મોટું નિવેદન: ‘બેટી બચાવો, બેટી પઢાવો નહીં પણ હવે પેઢી બચાવવાની જરૂર છે!’

મહેસાણા / સમાજ સુધારણા બ્રેકિંગ:

મહેસાણા ખાતે યોજાયેલા SPG (સરદાર પટેલ ગ્રુપ) ના સંમેલનમાં ગણપત યુનિવર્સિટીના ચેરમેન અને જાણીતા કેળવણીકાર ગણપતભાઈ પટેલે સમાજની વર્તમાન સ્થિતિ અને યુવાધન પર વધી રહેલા વ્યસનોના પ્રકોપ સામે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સમાજને સાચો રાહ ચીંધવા માટે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી.

 પેઢી બચાવવાની તાતી જરૂરિયાત:

ગણપતભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સારા કર્મોથી આપણે આગળ આવવું જોઈએ. આજે સમય બદલાયો છે અને માત્ર ‘બેટી બચાવો, બેટી પઢાવો’ નહીં પરંતુ યુવા પેઢીને બચાવવાની ગંભીર જરૂર ઊભી થઈ છે. પાટીદારો ભૂતકાળમાં ગામડાઓમાં રહીને મજૂરી કરતા હતા અને આજે આપણે આર્થિક રીતે ખૂબ સધ્ધર થઈ ગયા છીએ, પરંતુ દુઃખની વાત એ છે કે તેની સાથે આપણે વ્યસની પણ બનતા જઈ રહ્યા છીએ.

 દીકરાઓની અધોગતિ અને દીકરીઓની ગૌરવગાથા:

તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું કે સમાજના કેટલાક દીકરાઓ દારૂ અને ડ્રગ્સ જેવા ગંભીર વ્યસનોના શિકાર બનીને દારૂડિયા થઈ ગયા છે, જ્યારે બીજી બાજુ આપણી દીકરીઓ શિક્ષણમાં મક્કમ રહીને ગોલ્ડ મેડલ મેળવી રહી છે. આ પરિસ્થિતિ બદલવા માટે સમાજના આગેવાનોએ આગળ આવીને ઘેરઘેર જઈને આ તમામ સામાજિક દૂષણોને નાબૂદ કરવા માટે અભિયાન ચલાવવું પડશે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »