ક્રાઇમ બ્રેકિંગ ન્યૂઝ સુરત ધર્મનો લલકાર ભારતનો લલકાર ખાખીની ખટપટ મહાનગરનો લલકાર

દુષ્કર્મના કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા

સુરત: સુરતમાં સાધિકા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઈને અચાનક તબિયત લથડતાં સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. નારાયણ સાંઈને દાંતમાં તીવ્ર દુખાવો ઉપડતાં જેલ તંત્ર દ્વારા કડક પોલીસ સુરક્ષા હેઠળ તેને હોસ્પિટલ ખસેડવાનો નિર્ણય લેવાયો હતો.

ચુસ્ત પોલીસ પહેરા વચ્ચે સિવિલ હોસ્પિટલ પહોંચાડાયો મળતી વિગતો અનુસાર, લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈએ દાંતમાં અસહ્ય દુખાવા અને તકલીફની ફરિયાદ જેલના તબીબી સ્ટાફ સમક્ષ કરી હતી. પ્રાથમિક તપાસ બાદ નિષ્ણાત તબીબી સારવારની જરૂરિયાત જણાતાં જેલ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના કડક પગલાં વચ્ચે પોલીસ વાનમાં તેને સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. નારાયણ સાંઈના આગમનને પગલે હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

દુષ્કર્મ કેસમાં કાપી રહ્યો છે સજા ઉલ્લેખનીય છે કે, સુરતના જહાંગીરપુરા આશ્રમમાં સાધિકા પર દુષ્કર્મ આચરવાના કેસમાં સુરતની અદાલતે નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત જેલમાં રહીને સાક્ષીઓને ફોડવા તેમજ પોલીસ-તંત્રને કરોડો રૂપિયાની લાંચ આપવાના ષડયંત્રમાં પણ તે સંડોવાયેલો હતો. હાલ તે સુરતની લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો છે, જ્યાંથી આજે દાંતની સારવાર માટે તેને લવાતાં સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી ગઈ હતી. તબીબો દ્વારા તેની તપાસ અને જરૂરી સારવાર પૂર્ણ કરાયા બાદ તેને ફરી પોલીસ કાફલા સાથે જેલભેગો કરવામાં આવશે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »