ક્રાઇમ બ્રેકિંગ ન્યૂઝ જૂનાગઢ ધર્મનો લલકાર મહાનગરનો લલકાર

જૂનાગઢમાં આસ્થાના નામે અધમ કૃત્ય

જૂનાગઢ / સિટી ક્રાઈમ બ્રેકિંગ:

રાજ્યની પવિત્ર અને ધાર્મિક નગરી જૂનાગઢમાંથી આસ્થા અને વિશ્વાસને શરમાવતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢના માંડવી ચોક વિસ્તારમાં આવેલી મોનીશાપીરની દરગાહમાં બીમારીમાંથી રાહત મેળવવા માટે જતી એક અસહાય યુવતી સાથે શારીરિક શોષણ, બ્લેકમેઇલિંગ, દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપો થયા છે.

 ઘટના:

યુવતીના જણાવ્યા અનુસાર, તે વર્ષ ૨૦૨૧ થી દરગાહમાં જતી હતી જ્યાં દરગાહના મુજાવર જાવિદ કરીમભાઈ શેખ અને તેના પરિવાર સાથે પરિચય વધ્યો હતો. આ તકનો લાભ ઉઠાવી મુજાવરના પુત્ર વાહિદ શેખે યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ, તેના અંગત ફોટા અને વીડિયો ઉતારીને તેને વાયરલ કરવાની ધમકી આપી યુવતી સાથે હથિયારના જોરે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.

 પોલીસ કાર્યવાહી અને ધરપકડ:

જ્યારે યુવતીએ આ બાબતે મુજાવર જાવિદ શેખને ફરિયાદ કરી, તો તેને ન્યાય અપાવવાને બદલે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. આખરે યુવતીએ હિંમત કરીને પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. જૂનાગઢ એ ડિવિઝન પોલીસે મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને ત્વરિત તપાસ શરૂ કરી હતી અને આરોપી મુજાવર જાવિદ કરીમભાઈ શેખ તેમજ તેના પુત્ર વાહિદ શેખની ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા પિતા-પુત્ર સામે સઘન પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »