નેશનલ / એવિએશન બ્રેકિંગ:
હવાઈ મુસાફરોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. કોલકાતાથી શિલોંગ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ (6E 7423)નું ટેકઓફ થાય તે પહેલા જ અચાનક એન્જિન ફેઇલ થઈ જવાની મોટી ઘટના સામે આવી છે. આ ફ્લાઇટમાં ડીએમકે (DMK)ના સાંસદ પી. વિલ્સન સહિત અન્ય ૩ સાંસદો અને કુલ ૬૭ મુસાફરો સવાર હતા.
બે કલાક વિમાનમાં જ રાહ જોવડાવી:
એન્જિન બંધ થઈ ગયા બાદ ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોને અંદાજે બે કલાક સુધી વિમાનની અંદર જ બેસી રહેવું પડ્યું હતું. લાંબી રાહ જોયા બાદ આખરે ફ્લાઇટને રદ કરવામાં આવી હતી, જેના કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સાંસદે ઉઠાવ્યા સવાલો, તપાસની માંગ:
આ ગંભીર બેદરકારી સામે સવાલ ઉઠાવતા ડીએમકે સાંસદ પી. વિલ્સને વિમાનની સુરક્ષા અને ડીજીસીએ (DGCA)ની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે તાત્કાલિક આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.