‘ખાલિસ્તાન નેશનલ આર્મી’ના નામે મોકલાયો ઈ-મેઇલ, બપોરે ૧:૧૧ વાગ્યે હાઇકોર્ટ અને ૩:૧૧ વાગ્યે સીએમ ઓફિસમાં વિસ્ફોટ કરવાની આપી ધમકી.
ધમકીના પગલે બોમ્બ-ડોગ સ્ક્વોડ અને સોલા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક હાઇકોર્ટ પરિસરે પહોંચ્યો.
પરિસરમાં શંકાસ્પદ વસ્તુઓ અંગે ચેકિંગ ચાલુ, જોકે હાઇકોર્ટની તમામ કોર્ટમાં કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી.
ધમકી બાદ સીએમ ઓફિસ અને સચિવાલય સંકુલમાં સુરક્ષા ચુસ્ત કરાઈ, પોલીસ વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા.
ઈ-મેઇલ ક્યાંથી મોકલવામાં આવ્યો છે તે દિશામાં સાયબર સેલ દ્વારા ટેકનિકલ ટ્રેકિંગ શરૂ.