ક્રાઇમ બ્રેકિંગ ન્યૂઝ ગ્લોબલ ન્યૂઝ વડોદરા ભારતનો લલકાર

ગુજરાત ATSની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી: દાઉદનો સાગરીત અને આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા સલીમ ડોલા ઝડપાયો!

ગાંધીનગર / ગુજરાત ATS બ્રેકિંગ:

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત ATSએ વડોદરાના ચકચારી સિંધરોટ એમડી (MD) ડ્રગ્સ કેસના મુખ્ય સૂત્રધાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વોન્ટેડ ડ્રગ માફિયા સલીમ ઇસ્માઇલ ડોલા ની સત્તાવાર રીતે કસ્ટડી મેળવી લીધી છે.

 અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે કનેક્શન:

પકડાયેલો કુખ્યાત ડ્રગ માફિયા સલીમ ઇસ્માઇલ ડોલા અન્ય કોઈ નહીં પરંતુ કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો અત્યંત નજીકનો સાગરિત છે. તે આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો અને લાંબા સમયથી એજન્સીઓ માટે વોન્ટેડ હતો.

 રેડ કોર્નર નોટિસ બાદ મોટી સફળતા:

ગુજરાત ATS દ્વારા અગાઉ આંતરરાષ્ટ્રીય સ્તરે વોન્ટેડ સલીમ ડોલા વિરુદ્ધ ઈન્ટરપોલ (Interpol) ની મદદથી ‘રેડ કોર્નર નોટિસ’ પણ જારી કરવામાં આવી હતી. હવે ATS દ્વારા તેની કસ્ટડી મેળવીને ડ્રગ્સ સપ્લાયના આ મોટા રેકેટ અને તેના અન્ય સાગરીતો વિશે સઘન પૂછપરછ તથા તપાસ શરૂ કરવામાં આવી છે.

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »