રાજકોટની સરાઝા હોટલમાં હાઈ-પ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાયા બાદ હવે આ કેસમાં એક અત્યંત ચોંકાવનારો અને નવો વળાંક આવ્યો છે. આ દારૂ પાર્ટીમાં શહેરના મોટા બિલ્ડરોના પુત્રો અને પુત્રવધૂઓ પકડાયા બાદ હવે ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસિએશન (RBA) સીધું જ મેદાને ઉતર્યું છે અને રાજ્યમાંથી પ્રોહિબિશન એક્ટ (દારૂબંધી) હટાવવાની ખુલ્લી માંગણી કરી છે.
સોશિયલ મીડિયા પર વીડિયોથી રોષ વ્યક્ત કર્યો:
ક્રેડાઈ RBA ના ઉપપ્રમુખ ધ્રુવીલ પટેલે સોશિયલ મીડિયામાં એક વીડિયો જાહેર કરીને આકરો રોષ વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દારૂબંધીના કાયદાના કારણે લોકોને હેરાનગતિ થઈ રહી છે અને હવે ગુજરાતમાં દારૂબંધી હટાવવા માટે ક્રેડાઈ RBA દ્વારા વિશેષ પહેલ કરવામાં આવશે.
રાજકોટથી નવી મુહિમની શરૂઆત:
ધ્રુવીલ પટેલે જાહેરાત કરી છે કે તેઓ રાજકોટથી જ દારૂબંધી હટાવવાની આ મુહિમની શરૂઆત કરી રહ્યા છે. હાઈ-પ્રોફાઈલ પાર્ટીમાં સંતાનો પકડાયા બાદ બિલ્ડર લોબી દ્વારા સીધો જ કાયદો હટાવવાની માંગ કરવામાં આવતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

