ગાંધીનગર / મ્યુનિસિપલ બ્રેકિંગ:
ગાંધીનગર મહાનગરપાલિકા (GMC)ની નવી બોડીની રચના અને શાસન ધુરા સંભાળવા માટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ૪૪ બેઠકોમાંથી જંગી ૩૮ બેઠકો જીતીને ભાજપ ફરી એકવાર પોતાની બહુમતી સાથે બોડી બનાવવા જઈ રહ્યું છે, ત્યારે આજે 12 વાગ્યે યોજાયેલી આ બેઠકમાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્વના હોદ્દેદારોનાં નામો પર સત્તાવાર મહોર વાગશે.
રેસમાં કયા ચહેરાઓ સૌથી આગળ?
મેયર પદ માટે રાજકીય ગલિયારામાં રૂપસિંહ ઠાકોર અને કનુભાઈ દેસાઈના નામની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. જ્યારે ડેપ્યુટી મેયર પદે કોઈ મહિલા ચહેરાને તક મળે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ અનેક દાવેદારોના નામ ચર્ચામાં છે.
કોંગ્રેસ દ્વારા વિપક્ષના નેતાની જાહેરાત:
બીજી તરફ, કોંગ્રેસ પક્ષ દ્વારા કર્મજીતસિંહ વાઘેલાને વિપક્ષના નેતા તરીકે મેદાને ઉતારવામાં આવ્યા છે. બપોરે ૧૨:૦૦ વાગ્યાથી શરૂ થયેલી આ સામાન્ય સભામાં ગાંધીનગરના આગામી શાસકો કોણ બનશે તેના પર આખા પાટનગરની નજર ટકેલી છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં આજે સત્તાના સ્થાપનાની ઘડી: મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોનાં નામ આજે થશે જાહેર!