ક્રાઇમ બ્રેકિંગ ન્યૂઝ ભારતનો લલકાર મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show

બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના ગેંગસ્ટરના નિશાને

મુંબઈ / બોલિવૂડ બ્રેકિંગ:

બોલિવૂડ ફિલ્મ જગતમાંથી વધુ એક ચિંતાજનક અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય અભિનેતા આયુષ્માન ખુરાનાને નિશાન બનાવીને એક ધમકીભર્યો ઓડિયો મેસેજ મોકલવામાં આવ્યો હોવાની માહિતી મળતા મુંબઈ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે.

 કરોડોની ખંડણી અને બિશ્નોઈ ગેંગનો દાવો:

પ્રાપ્ત વિગતો અનુસાર, મેસેજ મોકલનાર અજાણ્યા શખ્સે પોતાને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો હોવાનું જણાવ્યું છે અને અભિનેતા પાસે કરોડો રૂપિયાની જંગી ખંડણીની માંગણી કરી છે. આ મામલો સામે આવતા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અને સુરક્ષા એજન્સીઓમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે.

 મુંબઈ પોલીસની તપાસ અને વોઇસ સેમ્પલિંગ:

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે ત્વરિત તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ઓડિયો મોકલનાર સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે તેમજ ઓડિયોમાં સંભળાતા અવાજની શંકાસ્પદ વ્યક્તિઓના વોઇસ સેમ્પલ સાથે સરખામણી કરીને પુષ્ટિ મેળવવામાં આવી રહી છે.

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »