બ્રેકિંગ ન્યૂઝ લાઇફસ્ટાઇલ યુટિલિટી ગુજરાતનો લલકાર

તહેવારો ટાણે જ મોંઘવારીનો ડામ:અમૂલ ઘી અને બટરના ભાવમાં તોતિંગ વધારો!

ગુજરાત / મોંઘવારી બ્રેકિંગ:

તહેવારોની સીઝન શરૂ થતાં જ સામાન્ય જનતા અને ગૃહિણીઓનું બજેટ ખોરવાય તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. ડેરી ક્ષેત્રની અગ્રણી બ્રાન્ડ અમૂલ દ્વારા ઘી અને બટરના ભાવમાં સીધો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. દિવાળીના તહેવારોમાં જ્યારે ઘી અને માખણની ખપત સૌથી વધુ હોય છે, ત્યારે જ અમૂલ ઘીમાં ₹50 સુધી અને બટરમાં ₹15 સુધીનો ભાવવધારો અમલી બન્યો છે.

ઘીના ભાવ વધીને ₹680 પહોંચ્યા:

નવા ભાવવધારા બાદ હવે અમૂલ ઘીના 1 કિલોના પેકનો ભાવ વધીને ₹680 થઈ ગયો છે,જેમાં સીધો ₹50નો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત, સામાન્ય પરિવારોમાં સૌથી વધુ વપરાતા 500 ગ્રામના પાઉચ પર પણ ₹20નો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી તહેવારોની મીઠાઈઓ બનાવવી હવે વધુ મોંઘી સાબિત થશે.

અમૂલ બટર પણ થયું મોંઘું:

ઘીની સાથે અમૂલે બટરના ભાવમાં પણ વધારો કર્યો છે. જેમાં 100 ગ્રામના પેક પર ₹3નો વધારો ઝીંકાયો છે, જ્યારે 500 ગ્રામના મોટા પેક પર સીધો ₹15નો વધારો કરવામાં આવ્યો છે. તહેવારો ટાણે જ દૂધની બનાવટોના ભાવ વધતા મધ્યમવર્ગીય પરિવારોના રસોડાનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે.

You may also like

NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
Translate »