બ્રેકિંગ ન્યૂઝ ગ્લોબલ ન્યૂઝ ધર્મનો લલકાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં મળી ‘હનુમાન ચાલીસા’

વોશિંગ્ટન / ગ્લોબલ બ્રેકિંગ:
అમેરિકાના વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાં આ વર્ષે દિવાળીનો તહેવાર અત્યંત ભવ્ય અને ઐતિહાસિક અંદાજમાં ઉજવવામાં આવ્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણી નેતાઓ, ઉદ્યોગપતિઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પરંપરાગત દીવો પ્રગટાવીને દિવાળીની શાનદાર ઉજવણી કરી હતી.
વિશેષ ભેટ અને દિગ્ગજોની ઉપસ્થિતિ:
આ વિશેષ સમારોહમાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો તેમજ જાણીતા ટેક ઉદ્યોગપતિ વિશાલ ગોંડલ સહિતના અનેક વૈશ્વિક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ વિશાલ ગોંડલે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પવિત્ર ગ્રંથ ‘હનુમાન ચાલીસા’ ભેટમાં આપી હતી, જેણે આ પ્રસંગને વધુ યાદગાર બનાવ્યો હતો.
સાંસ્કૃતિક ગૌરવ:
વ્હાઈટ હાઉસમાં ભારતીય પરંપરા અને પર્વની આ રીતે ઉજવણી થવી એ વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિના વધતા પ્રભાવ અને સન્માનની પ્રતીતિ કરાવે છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »