બ્રેકિંગ ન્યૂઝ ધર્મનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

જળ, જંગલ અને જમીનને વંદન: આદિવાસી સમાજે વાઘબારસ પર્વની પરંપરાગત રીતિ-રિવાજથી કરી ઉજવણી!

ડાંગ / સંસ્કૃતિ અને પરંપરા:

કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા અને પ્રકૃતિ પ્રત્યેની અગાધ આસ્થા સાથે વાઘબારસના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આદિકાળથી ચાલી આવતી વિશિષ્ટ પરંપરા મુજબ ગામના પાટીલ, કારભારી, ભગતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ગ્રામદેવતા સહિત વાઘદેવ, નાગદેવ, મોર તેમજ જળ, જંગલ અને જમીનની પૂજા-અર્ચના કરી ડાંગમાં દિવાળી પર્વનો વિધિવત પ્રારંભ થયો છે.

પ્રકૃતિ અને વન્યજીવોના પૂજન પાછળનું મહત્વ:

આદિવાસી સંસ્કૃતિમાં કુદરત અને વન્યસંપત્તિને દેવતા સમાન ગણવામાં આવે છે. વાઘબારસની આ વિશેષ પૂજાવિધિ પાછળ એવી લોકમાન્યતા છે કે, જંગલમાં વસવાટ કરતા હિંસક વન્યપ્રાણીઓ અને જીવજંતુઓથી ગામલોકોનું રક્ષણ થાય, જંગલમાં લાકડાં કે ચરાણ માટે જતા લોકોની સુરક્ષા જળવાય અને ગ્રામદેવતા આખા ગામને સંકટોથી દૂર રાખે. પ્રકૃતિને વંદન કર્યા બાદ જ સમાજમાં તહેવારોની હર્ષોલ્લાસપૂર્વક શરૂઆત કરવામાં આવે છે.

૫ વર્ષે અપાતી વિશેષ મહાબલિની પરંપરા સંપન્ન:

ધાર્મિક રીતિ-રિવાજ અનુસાર ગ્રામદેવતાને ચોખા, ઈંડાં અને મરઘાં અર્પણ કરી પુષ્પહાર ચડાવી વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. ગામના આગેવાનો અને ભગતોના જણાવ્યા અનુસાર, દર પાંચ વર્ષે એક વખત પરંપરાગત રીતે વિશેષ મહાબલિ અર્પણ કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે બકરાની બલિ અર્પણ કરીને દેવતાઓને રીઝવવામાં આવ્યા હતા.

‘જય જોહાર’ સાથે દિવાળીની શુભેચ્છાઓ:

વાઘબારસના આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો એકત્રિત થયા હતા. પૂજાવિધિ સંપન્ન થયા બાદ સૌએ પરસ્પર ‘જય જોહાર’ કહીને દિવાળી તેમજ નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આજના આધુનિક યુગમાં પણ ડાંગના આદિવાસી સમાજે પોતાની આગવી સંસ્કૃતિ, પ્રાચીન વિરાસત અને પર્યાવરણ પ્રત્યેની શ્રદ્ધાને અખંડ રાખીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »