બ્રેકિંગ ન્યૂઝ ક્રાઇમ ભાવનગર ખાખીની ખટપટ

ભાવનગરમાં લુખ્ખા તત્ત્વોને ખાખીનો ખૌફ નથી? જેલમુક્ત આરોપીએ ફરિયાદી અને SP સામે અપશબ્દો બોલતા ચકચાર

ભાવનગરમાં જેલમાંથી છૂટેલા આરોપીની બેફામ દાદાગીરી: ફરિયાદી અને ખુદ SPને ગાળો ભાંડતો CCTV વીડિયો વાયરલ

ભાવનગર શહેરમાં અસામાજિક તત્ત્વોને જાણે કાયદા કે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેલમાંથી છૂટેલા એક શખ્સે જાહેરમાં દાદાગીરી કરતા માત્ર ફરિયાદીને જ નહીં, પરંતુ ખુદ જિલ્લા પોલીસ વડા (SP) ને પણ ગાળો ભાંડી હોવાનો CCTV વીડિયો સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે.

શું છે સમગ્ર મામલો?

આ ઘટના ભાવનગર શહેરના માણેકવાડી વિસ્તારની છે. અગાઉ જાહેરમાં તોડફોડ મચાવવાના ગુનામાં લખન નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. જોકે, ત્રણ મહિના બાદ જેલમાંથી બહાર આવતા જ આ શખ્સ સુધરવાના બદલે વધુ બેફામ બન્યો હતો.

CCTV કેમેરામાં કેદ થઈ સમગ્ર હરકત

જેલમાંથી છૂટ્યા બાદ લખન સીધો ફરિયાદીના નિવાસસ્થાને પહોંચ્યો હતો અને વિસ્તારમાં પસાર થતી વખતે બિભત્સ ગાળો ભાંડીને આતંક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

આ વાયરલ વીડિયોમાં સૌથી ગંભીર બાબત એ છે કે આરોપીને પોલીસ તંત્રનો પણ કોઈ ખૌફ નથી. ફરિયાદીને ધમકાવતી વખતે તેણે ભાવનગરના SP સામે પણ અત્યંત અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. વીડિયોમાં તે સ્પષ્ટપણે બોલતો સંભળાય છે કે, ‘તારા એસપીને કહી દેજે…’

પોલીસની કાર્યવાહી પર સૌની નજર

હાલ આ CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાહેરમાં આ પ્રકારે દાદાગીરી કરીને પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકનારા આ શખ્સ સામે ભાવનગર પોલીસ હવે કેવી દાખલારૂપ અને કડક કાર્યવાહી કરે છે, તેના પર સૌની નજર ટકેલી છે.

You may also like

Bhavnagar
ભાવનગર મહાનગરનો લલકાર

Bhavnagar Corporation: શહેરમાં 700 સ્થળે 1600 CCTV કેમેરા લાગશે, નિયમિત થશે મોનિટરિંગ

ભાવનગરઃ ભાવનગર મહાનગર પાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં સિટીમાં જુદા-જુદા વિસ્તારમાં CCTV સેટ કરીને નજર રાખવામાં આવશે.
ભાવનગર મહાનગરનો લલકાર

Bhavnagar Crime: મહિલા કોન્સ્ટેબલના ઘરેથી પકડાયો વોન્ટેડ, સગાને સાચવવા જતા નોકરી પર જોખમ

ભાવનગરઃ સગા સંબંધીઓને સાચવવા ક્યારેક જોખમમાં મૂકી શકે છે. ભાવનગર પોલીસમાં ડ્યૂટી કરતા મહિલા કોન્સ્ટેબલ સાથે આવું જ થયું. ભાવનગર
Translate »