ગાંધીનગર / સ્ટેટ બ્રેકિંગ:
ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓમાં તે સમયે ભારે દોડધામ મચી ગઈ જ્યારે રાજ્યના ડીજીપી (DGP) કાર્યાલયને એક અત્યંત ગંભીર અને ધમકીભર્યો ઈમેઈલ મળ્યો. ‘૨૦૦૮ના સિરિયલ બ્લાસ્ટને ભૂલશો નહીં’ તેવી ધમકી સાથે ખાલિસ્તાનના નામે મોકલાયેલા આ મેઈલને કારણે સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે.
મંદિરો અને જેલોને ઉડાવી દેવાની ધમકી:
પ્રાપ્ત વિગતો મુજબ, આ ઈમેઈલમાં ગાંધીનગર સ્થિત ડીજીપી ઓફિસ, કલેક્ટર ઓફિસ, રાજ્યના મહત્વના મંદિરો અને સાબરમતી સહિતની તમામ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે વડોદરા, રાજકોટ, અમદાવાદ સહિતના તમામ સંવેદનશીલ સ્થળો અને જેલો પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન:
ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર સાઈબર સેલની મદદથી ઈમેઈલ મોકલનાર શખ્સની ભાળ મેળવવામાં જોતરાઈ ગયું છે. આ સાથે જ સુરક્ષા એજન્સીઓ દ્વારા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે તમામ મુખ્ય સ્થળો અને જેલોમાં સઘન તપાસ તથા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.