અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો AI માસ્ટરસ્ટ્રોક: 34 વર્ષ જૂના ‘ફરજાના મર્ડર મિસ્ટ્રી’માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે પુરાવ્યો પ્રાણ

શહેરના ગુનાખોરીના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું છે કે, સાડા ત્રણ દાયકા જૂની હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે અત્યાધુનિક ટેક્નોલોજીનો સહારો લીધો હોય. વટવાના કુતુબનગરમાં ૧૯૯૨માં થયેલી ફરજાનાની હત્યાનો ભેદ ઉકેલવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે AI (Artificial Intelligence), DNA સાયન્સ અને જૂની બાતમી – આ ત્રણેયનો ઉપયોગ કરીને એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે.

AI થી તૈયાર થયો ફરજાનાનો ચહેરો

સામાન્ય રીતે પોલીસ સ્કેચ આર્ટિસ્ટની મદદ લેતી હોય છે, પરંતુ આ કેસ ૩૪ વર્ષ જૂનો હોવાથી ફરજાનાનો કોઈ ફોટો ઉપલબ્ધ નહોતો. ક્રાઈમ બ્રાન્ચે આ પડકાર ઝીલીને ફરજાનાના ભાઈ, પડોશીઓ અને આરોપીઓના વર્ણનના આધારે AI સોફ્ટવેરની મદદથી ફરજાનાનો ચહેરો તૈયાર કર્યો. જ્યારે આ AI જનરેટેડ તસવીર તેના પરિવારને બતાવવામાં આવી, ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા, કારણ કે તે ફરજાનાના વાસ્તવિક ચહેરા સાથે આબેહૂબ મળતી આવતી હતી.

શું હતો આખો મામલો?

વર્ષ ૧૯૯૨માં વટવાના કુતુબનગરમાં રહેતી ફરજાના રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. તે સમયે કોઈ ફરિયાદ ન થતા મામલો દબાઈ ગયો હતો. પરંતુ વાસ્તવમાં, ફરજાનાના પતિ સમસુદ્દીન, જેઠ ઇકબાલ અને અન્ય સાથીઓએ મળીને તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. પુરાવા નાશ કરવા માટે સાલીયાબીબીના મકાનમાં જ ૨૦ ફૂટ ઊંડો ખાડો ખોદીને લાશને દાટી દેવામાં આવી હતી.

જેસીબીથી ખોદકામ અને હાડપિંજરનો ખુલાસો

ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ અને પીઆઈ એ.પી. જેબલિયાને મળેલી એક ગુપ્ત બાતમીના આધારે આ જૂના મકાનનું ખોદકામ કરવામાં આવ્યું. ૨૦ ફૂટ ઊંડેથી માનવ હાડપિંજરના અવશેષો મળી આવ્યા હતા. પોલીસે વૈજ્ઞાનિક પુરાવા માટે ફરજાનાના ભાઈના DNA સેમ્પલ લીધા હતા. FSL રિપોર્ટમાં DNA મેચ થતા જ ૩૪ વર્ષ જૂનું આ પાપ આખરે છતું થયું અને પોલીસે પતિ સમસુદ્દીન તથા તેના ભાઈની ધરપકડ કરી લીધી.

તપાસમાં ટેક્નોલોજીનો વિજય

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ માટે આ કેસ એક મોટી સફળતા છે, કારણ કે:

  • AI ટેક્નોલોજી: કોઈ ફોટો ન હોવા છતાં મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવામાં મદદ કરી.

  • DNA પુરાવો: ૩૪ વર્ષ પછી પણ વૈજ્ઞાનિક રીતે સાબિત કર્યું કે આ લાશ ફરજાનાની જ હતી.

  • બાતમી: સાડા ત્રણ દાયકા પછી પણ પોલીસની બાતમી કેવી રીતે ગુનેગારોને પકડી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »