ખાખીની ખટપટ

તોડપાણી, લોરેન્સના નામે ધાક અને કોલ સેન્ટરમાં કરોડપતિ પાર્ટનર!, જાણો, પોલીસ બેડાના ત્રણ કાળા કારનામા

થન થન ગોપાલ બન્યા ગેંગસ્ટર! લોરેન્સ બિશ્નોઈના નામે કરે છે ઉઘરાણાં

ખાખી ગણવેશ પહેરીને ‘સાબરમતીના સંત’ બનવાનો ડોળ કરતા એક પોલીસ કર્મચારી ‘થન થન ગોપાલ’ થઈ ચૂક્યા છે. આ કર્મચારીની કાળી કરતૂતોની પોલીસ બેડામાં જો

 

રશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. અગાઉ પશ્ચિમના પો

લીસ સ્ટેશનોમાં લાખો-કરોડોનો ‘વહીવટ’ કરીને તિજોરીઓ ભરનારો આ મહાશય, હવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે વેપારીઓને ધમકાવીને ખંડણી ઉઘરાવી રહ્યો હોવાની પણ ચર્ચા છે. ઉચ્ચ અધિકારીઓ સામે વફાદારીનો ચમચાગીરીથી ભરેલો નકાબ પહેરી, મોટા ડ્રગ્સ કન્સાઇનમેન્ટ પકડાવવાના નાટકો કરીને પોતાના કાળા કારનામા છુપાવવામાં આ મહાશય માહિર છે. જેલના કેદીઓ સાથે મિલિભગત કરીને પ્રોટેક્શન મનીના નામે વેપારીઓને લૂંટતા આ કર્મચારીની અસલિયત હવે ખુલ્લી પડી ગઈ છે. સાહેબો પણ હવે આ પાખંડીથી અંતર જાળવી રહ્યા છે. ખાખીના નામે કલંક સમાન આ ‘ઢોંગી દેશભક્ત’નો નકાબ હવે ઉતરી ચૂક્યો છે!

અમદાવાદમાંથી તગેડી મુકાયેલા PIએ શરૂ કર્યો ‘સેટિંગનો ખેલ’

મોંઘાદાટ પાનની લજ્જત અને હાઈફાઈ કાફેમાં ચાની ચુસકીઓ સાથે ધાર્મિકતાના ડાચાઓ મારતા અમદાવાદના ‘ચોકલેટી’ પીઆઈ યાદ છે ને? મીઠડી વાતોથી મોહિત કરી પોતા

 

ની તિજોરીઓ ભરવામાં માહેર આ મહાશયની કાચકીઓ ગાંધીનગર સુધી ખડકાઈ હતી, જેના ઇનામરૂપે એમને નગર બહાર ‘તગેડી’ મુકાયા હતા. પણ સાહેબ, સેટિંગબાજો ક્યારેય કાયમી

 અજ્ઞાતવાસમાં રહે ખરા? અચાનક પ્રગટ થઈને પોલીસ બેડામાં એવા સિનસપાટા શરૂ કર્યા છે કે જાણે આખું ડિપાર્ટમેન્ટ એમના ખિસ્સામાં હોય!

 ગર્વથી છાતી ફુલાવીને ખુલ્લેઆમ હપ્તાખોરી અને સેટિંગબાજીનો દાવો કરી રહ્યા છે: “આપણા સાહેબ આવી ગયા છે, બોલો ક્યાં બદલી કરાવી છે? ચપટીમાં કામ પતાવી દઈશું!”

સવાલ એ છે કે ‘તગડાયેલા’ પીઆઈ કયા ‘ઉચ્ચ અધિકારી’ના જોરે આટલા કુદાકા મારી રહ્યા છે? આ તો હવામાં મારેલા ગોળીબાર અને માત્ર ગપાટા જ છે કે પછી પાછળથી દોરીસંચા

ર કરનારું કોઈ મોટા ‘આકા’ ખ

રેખર મેદાનમાં આવી ગયા છે? આ પોકળ દાવો છે કે કોઈ નવું સેટિંગ, એ તો સમય જ

બતાવશે!

 

કોલ સેન્ટરિયાઓને પ્રોટેક્શન આપતા આપતા પોલીસ કર્મી જ બની ગયો પાર્ટનર!

બોગસ કોલ સેન્ટર પર પોલીસ દરોડા પાડીને વાહવાહી લૂંટી રહી છે પણ જો પોલીસ કર્મચારી જ કોલ સેન્ટર ચલાવે તો શું? આ કર્મચારીને પોતાના પર એટલું ‘ખુમાન’ છે કે તેને પ

કડાવાનો કોઈ ડર જ નથી. સમગ્ર દેશમાં જે કોલ સેન્ટરિયાઓનો દબદબો છે તે હર્ષિલ અને ભૂરા પ્રજાપતિ સાથે તેની ભાગીદારી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. સૂ

ત્રોના જણાવ્યા મુજબ, એસ.જી. હાઈવે પર કાફે ખોલીને કોલ સેન્ટરિયાઓ સાથે મિત્રતા કેળવ

નાર આ કર્મચારીએ હવે હર્ષિલ અને ભૂરા પ્રજાપતિ જેવા નામચીન કોલ સેન્ટરિયાઓ સાથે ભાગીદારી કરી લીધી છે. ચંડીગઢ, લુધિયાણા, રાયપુર અને ગોવા સુધી ફેલાયેલા બોગસ કોલ સેન્ટરોમાંથી કરોડોની કમાણી કરી આ કર્મચારી રાતોરાત કરોડપતિ બની ગયો છે. અગાઉ અમદાવાદ શહેરની ગુનેગારો જેના નામથી ફફડી જાય તેવી એજન્સીમાંથી બેદરકારી બદલ ખાતાકીય પગલાં ભોગવી ચૂકેલા આ કર્મચારીને હવે પકડાવાનો કે કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી. પોલીસ વિભાગનું બિરુદ

 ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ છે, પરંતુ આ કર્મચારીએ પોતાના માટે તેને બહુ ચાલાકીથી ‘સેવા

, સેટિંગ અને સંપત્તિ’માં ફેરવી નાખ્યું હોય તેમ લાગે છે.

 

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

અમદાવાદ ખાખીની ખટપટ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટ: દારૂની પરમિશન અને થાઇલેન્ડની મોજ, ‘ભલામણવીરો’ના નેટવર્ક જામ, વહીવટ માટે હવાતિયાં મારતા હપ્તાખોરો

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી
Translate »