બનાસકાંઠા ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

બનાસકાંઠા: જમીન વિવાદમાં ખૂની ખેલ! ભત્રીજો તરફડીને મરી ન ગયો ત્યાં સુધી કાકાએ માર્યા ધોકા, હત્યાનો લાઈવ વીડિયો વાયરલ

બનાસકાંઠા/હડાદ: બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકામાં જમીનના સામાન્ય વિવાદમાં એક લોહિયાળ અને હૃદયદ્રાવક ઘટના બની છે. તોરણીયા ગામના એક શખ્સે પોતાના જ સગા ભત્રીજાને જાહેરમાં લાકડાના ધોકા અને ક્રિકેટના બેટ વડે ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ હત્યાનો એક લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોઈને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

મેળાની ભીડ વચ્ચે ખેલાયો લોહિયાળ ખેલ

પ્રાપ્ત માહિતી અનુસાર, હડાદ પોલીસ સ્ટેશનની હદમાં આવતા નવાવાસ કાંઠ ગામે પરંપરાગત ‘ગોરના મેળા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં હજારો લોકોની ભીડ ઉમટી હતી. આ જ સમયે જમીનના જૂના મનદુખને લઈને કાકા-ભત્રીજો સામસામે આવી ગયા હતા. તોરણીયા ગામના આરોપી નોપાભાઈ ફુલાભાઈ તરાલ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે પોતાના જ ભત્રીજા કનાભાઈ (કરણભાઈ) તરાલ પર ક્રિકેટના બેટ વડે આડેધડ અને જીવલેણ હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ નીપજ્યું મોત

આરોપી કાકાએ ભત્રીજાને માથા અને શરીરના અન્ય ભાગો પર એટલા ગંભીર ફટકા માર્યા હતા કે તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ગંભીર રીતે ઘાયલ કનાભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જમીનના એક ટુકડા માટે પરિવારના જ સભ્યે લોહીની હોળી રમતા પરિવારમાં ભારે માતમ છવાયો છે.

હત્યાનો વાયરલ વીડિયો અને પોલીસ કાર્યવાહી

આ સમગ્ર ઘટના સમયે ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં લાઈવ વીડિયો ઉતારી લીધો હતો, જેમાં સ્પષ્ટ દેખાય છે કે આરોપી કાકા કેટલી નિર્દયતાપૂર્વક ભત્રીજા પર પ્રહારો કરી રહ્યા છે.

આ મામલે દાંતા ડિવિઝનના DySP વી.બી. બારડે જણાવ્યું હતું કે, “હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમીન વિવાદમાં હત્યાનો બનાવ બન્યો છે. વાયરલ વીડિયોના આધારે આરોપીની સ્પષ્ટ ઓળખ થઈ ગઈ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપી નોપાભાઈ તરાલને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.”

હાલમાં પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »