બનાસકાંઠા ગાંધીનગર રાજકોટ જૂનાગઢ સુરત વડોદરા અમદાવાદ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

અધધ… 3 દિવસમાં 103% વરસાદ સાથે આખી સીઝનનું સાટું વળ્યું????

ગુજરાતમાં આકાશી આફત: માંગરોળમાં ૩ દિવસમાં ૧૦૩% વરસાદ સાથે આખી સીઝનનું સાટું વળ્યું, ૨૨ ગામો સંપર્ક વિહોણા; સુરતનો કોઝ-વે બંધ અને નવસારીમાં પૂરનું સંકટ ટળ્યું

જૂનાગઢ/અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ગત ૩ જુલાઈના રોજ મેઘરાજાએ સમગ્ર રાજ્યને ઘમરોળ્યું છે અને કેટલીક જગ્યાએ આ આકાશી આફત કહેર બનીને વરસી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૨૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં ૨૨ ઇંચ, માળિયા હાટીનામાં ૧૪ ઇંચ અને ડાંગના વઘઇમાં ૧૩ ઇંચ વરસાદ ખાબકતાં પૂરની સ્થિતિ ભયજનક બની છે. માંગરોળ તાલુકામાં માત્ર ૩ દિવસમાં જ સીઝનનો ૧૦૩% વરસાદ વરસી ચૂક્યો છે. આ પૂરના કારણે તાપીના વાલોડમાં બે લોકો તણાઈ જતાં કરુણ મોત નીપજ્યાં છે.

જૂનાગઢમાં કટોકટી: ૨૨ ગામો સંપર્ક વિહોણા અને હાઇવે ધોવાયો

જૂનાગઢ જિલ્લાના ૪ તાલુકાઓમાં જ અત્યાર સુધીમાં ૬૨ ઇંચ જેટલો વિસ્ફોટક વરસાદ ખાબક્યો છે. નદીઓમાં આવેલા પૂરના કારણે જિલ્લાના કુલ ૨૨ ગામો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બન્યા છે, જેમાં માંગરોળના ૯, માણાવદરના ૩ અને કેશોદના ૧૦ ગામોનો સમાવેશ થાય છે. સાબલી ડેમના દરવાજા ખોલાતા મઘરવાડા ગામમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. અતિવૃષ્ટિના કારણે દ્વારકાથી સોમનાથ જતો નેશનલ હાઇવે હુસેનાબાદ પાસે ધોવાઈ જતાં પ્રવાસીઓને પોરબંદર-જેતપુર થઈને જવા અપીલ કરાઈ છે. માંગરોળમાં બંદર સોસાયટી, વલ્લી વિસ્તાર અને ખુશ્બુ ચોકડી જેવા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાતા લોકોને હોડીઓ (બોટ) મારફતે રેસ્ક્યૂ કરાયા છે. પરિસ્થિતિને પહોંચી વળવા કેશોદમાં NDRF અને જૂનાગઢમાં SDRFની ટીમો તૈનાત છે.

 ગુજરાતનો વરસાદ (સવારના 6થી 8 કલાકે)

તાલુકો વરસાદ (ઈંચ) તાલુકો વરસાદ (ઈંચ)
કપરાડા 0.71 ચીખલી 0.31
કવાંટ 0.59 વાપી 0.28
ગણદેવી 0.55 ધ્રોલ 0.24
તિલકવાડા 0.35 જેતપુર પાવી 0.24
નાનાપોંઢા 0.35 ખેરગામ 0.20

જૂનાગઢ જિલ્લાના 22 ગામો સંપર્ક વિહોણા

  • માંગરોળ તાલુકા: લંભોરા, વીરપુર, ચોટલીવીડી, શકરાણા, શેખપુર, ખોડાડા, ભાટગામ, નવા કોટડા, જૂના કોટડા

  • માણાવદર તાલુકા: મટીયાણા, ઇન્દ્રા, ભીંડોળા

  • કેશોદ તાલુકા: મઘરવાડા, અખોદર, પાણખાણ, ગેલાણા, બાવા સિમરોલી, સિલોદર, એકલેરા, રંગપુર, ચાંદીગઢ, મોટી ઘણસારી

 

જૂનાગઢ જિલ્લામાં 16 રસ્તા બંધ

તાલુકો રસ્તાનું નામ અસરગ્રસ્ત ગામો વૈકલ્પિક વ્યવસ્થા
કેશોદ પાણખાણ શીલોદર રોડ પાણખાણ શીલોદર પાણખાણ-કેશોદ-માંગરોળ રોડ
માંગરોળ માંગરોળ કામનાથ ચીંટલી વીડી રોડ માંગરોળ કામનાથ સોમનાથ પોરબંદર નેશનલ હાઈવે ટુ હુશેનાબાદ શેપા શેરીયાખાણ ભંદુરી
કેશોદ કેશોદ માંગરોળ રોડ કેશોદ, માંગરોળ, રૂદલપુર, સુલતાનપુર સોમનાથ પોરબંદર નેશનલ હાઈવે
કેશોદ પીપળી એપ્રોચ રોડ પીપળી ઇસરા ટીટોડી નાની ધસારી ટીટોડી રોડ
કેશોદ પીપળી ઇસરા ટીટોડી રોડ પીપળી ઇસરા ટીટોડી નાની ધસારી ટીટોડી રોડ
કેશોદ કરેણી અજાબ રોડ કરેણી માળીયા અજાબ મેંદરડા રોડ
માંગરોળ હુસેનાબાદ-શેપા-શેરીયાખાણ રોડ હુસેનાબાદ, શેપા, શેરીયાખાણ
માંગરોળ રૂદલપુર ગોરેજ નગીયાણા દરસાલી ચર દરસાલી, નગીયાણા ચર
માણાવદર પાજોદ-લીંબુડા-ઇન્દ્રા-ભીંડોરા રોડ લીંબુડા ઇન્દ્રા ભીંડોરા
માણાવદર માંડોદરા-મટીયાણા રોડ મટીયાણા
કેશોદ મંગલપુર જોનપુર બામણાસા રોડ મંગલપુર, જોનપુર, બામણાસા, મુળીયાશીયા
માંગરોળ દિવરાણા ફાટકથી ઝરીયાવડા બામણવાડા શીલ રોડ ઝરીયાવડા બામણવાડા
માંગરોળ અમરાપુર આંબલગઢ તર્સીંગડા રોડ આંબલગઢ અજાબ કોડી તર્સીંગડા
કેશોદ વંથલી અગતરાય આખા ટીકર માણાવદર રોડ ટીકર મગલપુર ટીકર કતકપરા ગળવાવ નરેડી વંથલી અગતરાય
કેશોદ પાણખાણ ઘેલાણા રેવદ્રા રોડ ઘેલાણા, રવદ્રા
માણાવદર વંથલી માણાવદર બાંટવા સરાડીયા રોડ સરાડીયા માણાવદર ઉપલેટા ચૌટા

તંત્રના બે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન: ૨૯ જિંદગીઓ બચાવી

  • મેંદરડાના સમઢિયાળામાં ૧૯ લોકોનો બચાવ: સમઢિયાળા ગામે રસ્તા પર પૂરના ધસમસતા પાણીમાં કાર, રિક્ષા અને વાન બંધ પડી જતાં બાળકો અને મહિલાઓ સહિત ૧૯ લોકો ફસાયા હતા. જૂનાગઢ ફાયર બ્રિગેડની ટીમે જેસીબીની મદદથી તમામ ૧૯ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.

  • માણાવદરના બૂરી ગામે ૧૦ ONGC કર્મીઓનું રેસ્ક્યૂ: બૂરી ગામે પૂરના તેજ પ્રવાહ વચ્ચે ONGCના ૧૦ કર્મચારીઓ ફસાઈ ગયા હતા. સ્થાનિક હોમગાર્ડની સ્પેશિયલ ટીમે જીવના જોખમે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી તમામ ૧૦ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

નવસારી-બિલિમોરા પરથી પૂરનું સંકટ ટળ્યું, સુરતનો કોઝ-વે બંધ

નવસારી જિલ્લામાં સરેરાશ ૭ ઇંચ વરસાદ બાદ પૂર્ણા નદી ૨૨ ફૂટે (ભયજનક સપાટી ૨૩ ફૂટ) અને બિલિમોરામાં અંબિકા નદી ૩૨ ફૂટે (ભયજનક સપાટી ૨૮ ફૂટ) પહોંચતા ફફડાટ વ્યાપ્યો હતો. જોકે, વહેલી સવારે ૫ વાગ્યા પછી ઉપરવાસમાં વરસાદ ધીમો પડતાં નદીઓ શાંત થઈ છે અને પૂર્ણા નદી પર બનેલો નવો ટાઇડલ ડેમ નવસારી માટે તારણહાર સાબિત થયો છે.

બીજી તરફ, સુરતમાં ઉપરવાસની ભારે આવકને કારણે રાંદેર અને કતારગામને જોડતો કોઝ-વે ૬ મીટરની ભયજનક સપાટી વટાવીને ૬.૭૯ મીટર પર વહી રહ્યો હોવાથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવાયો છે, જેના કારણે લોકોને ૭ થી ૮ કિલોમીટરનો ચકરાવો ખાવાની નોબત આવી છે. માળિયા હાટીનાનો ભાખરવડ ડેમ ઓવરફ્લો થતાં ૧૦ ગામોને હાઈ-એલર્ટ કરાયા છે.

અમદાવાદમાં ઝરમર અને થરાદમાં વીજળી પડતાં ૩ પશુઓના મોત

ઉત્તર ગુજરાતના પાટણ અને સરસ્વતી તાલુકામાં ૫ ઇંચ વરસાદથી રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાયા છે અને રેલવે ગરનાળું ગરકાવ થયું છે. મહેસાણાના કડી-જોણાતામાં ૪ ઇંચ વરસાદ પડ્યો છે. વાવ-થરાદ અને દિયોદરમાં લાંબા વિરામ બાદ મોડી રાત્રે વાવણીલાયક વરસાદ નોંધાયો છે, જોકે થરાદના મલુપુર ગામે વીજળી પડતાં એક પશુ પાલકની ૩ ભેંસોના કમકમાટીભર્યા મોત થયા છે. અમદાવાદ શહેરમાં પણ દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે અને સવારે વાડજ, ચાંદખેડા, શાહીબાગ અને એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વીજળીના ચમકારા અને ભારે પવન સાથે ધીમીધારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

વધુ સમાચાર માટે જૂઓ
https://www.youtube.com/@Lalkaar-News09

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »