મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

વલસાડમાં આભ ફાટ્યું! માત્ર ૨ કલાકમાં ૬ ઇંચ મુશળધાર વરસાદથી આખું શહેર બેટમાં ફેરવાયું, રસ્તાઓ પર વહી નદીઓ

વલસાડ: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કરી દીધું છે. વલસાડ જિલ્લામાં શુક્રવારે સવાર-સવારમાં જ આભ ફાટ્યું હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી શરૂ થયેલા તોફાની અને મૂશળધાર વરસાદને કારણે સમગ્ર વલસાડ શહેર જળબંબાકાર થઈ ગયું છે. માત્ર ૨ કલાકના ટૂંકા ગાળામાં જ ૬ ઇંચ જેટલો આકાશી વહેણ ખાબકતાં રસ્તાઓ પર જાણે પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને ઠેર-ઠેર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

તમામ તાલુકાઓમાં સાર્વત્રિક ભારે વરસાદ

વલસાડ શહેરમાં ૨ કલાકમાં ૬ ઇંચ વરસાદથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. માત્ર પ્રોપર વલસાડ જ નહીં, પરંતુ સમગ્ર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જિલ્લાના પારડી, કપરાડા, વાપી અને નાનાપોંઢા પંથકમાં પણ ૨-૨ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે.

મુખ્ય માર્ગો પર કમરસમા પાણી, વાહનો ડૂબ્યા

વલસાડના તમામ મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શહેરના પ્રખ્યાત એમ.જી. રોડ, કોસંબા રોડ, તિથલ રોડ, હાલર રોડ અને ભાગડાવાળા સહિતના તમામ વિસ્તારોમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાર્ક કરેલી ગાડીઓ અને બાઈકો પાણીમાં ડૂબી ગઈ છે. અનેક નીચાણવાળા ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓ તેમજ સ્થાનિક લોકોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

જનજીવન ઠપ્પ, તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી ધોવાઈ

સવારના સમયે જ આ આકાશી આફત તૂટી પડતાં શાળાએ જતા નાના બાળકો અને નોકરિયાત વર્ગ રસ્તા વચ્ચે જ અટવાઈ પડ્યા હતા. વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. બીજી તરફ, પહેલા જ મોટા વરસાદે વલસાડ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ પણ ખોલી નાખી છે.

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

ધર્મનો લલકાર મનોરંજનનો લલકાર ધ લલકાર શૉ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી

PM મોદીને આપી ‘નમો-1’ જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ
યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
Translate »