અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખી શરમજનક: સજાને બદલે ‘મજા’, ૨૫ લાખમાં કૌભાંડી દુબઈ ભેગો અને હપ્તાખોરીમાં માફિયાઓ મોજમાં!

1.
પોલીસ બેડામાં ભડકો: PI લાચાર, PSI બેફામ; હપ્તાખોરીની લડાઈમાં ખનન માફિયાઓ મોજમાં

ગાંધીનગર જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં PI અને PSI વચ્ચેની ‘વગ’ની લડાઈ ચરમસીમાએ પહોંચી છે. સામાન્ય રીતે PSI એ PIના તાબા હેઠળ હોય, પણ અહીં ગંગા ઉલટી વહી રહી છે. PSI એટલો બેફામ બન્યો છે કે PIનું કશું ઉપજતું જ નથી. આ આંતરિક યુદ્ધના કારણે સ્થાનિક બેનંબરના ધંધાદારીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે. PSI સીધો અડ્ડાઓ પર જઈને ધમકાવે છે કે હપ્તો PIને નહીં, માત્ર મને જ મળવો જોઈએ! બેવડા હપ્તાની વસૂલાતથી કંટાળીને કેટલાકે તો ધંધા જ બંધ કરી દીધા છે.આ આખીય લડાઈનું મુખ્ય કેન્દ્ર દહેગામ તાલુકાનું ‘તે’ જાણીતું ગામ છે, જે રેતીના ગેરકાયદેસર મોટા ઉત્ખનન માટે પંથકમાં પંકાયેલું છે. આ ગામના ખનન માફિયાઓ પાસેથી PSIના ખિસ્સા એવા ગરમ થયા છે કે PI ઈચ્છવા છતાં પણ આ કાળો કારોબાર બંધ કરાવી શકતા નથી. પોલીસ બેડાની આ લાચારી હવે જગજાહેર થઈ ચૂકી છે.

2.
ખાખીનો ખેલ: કોલ સેન્ટરો બંધ કરવાના દાવા વચ્ચે ૨૫ લાખની ‘ચા-પાણી’માં કૌભાંડી દુબઈ રવાના!

ગુજરાત પોલીસ ભલે ડિજિટલ ક્રાઈમ નાબૂદ કરવાના દાવા કરે, પણ વાસ્તવિકતા ‘ચાની કીટલી’ પર લખાતી સ્ક્રિપ્ટ જેવી છે! પૂર્વ અમદાવાદના એક સંવેદનશીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તાજેતરમાં એક મોટા કોલ સેન્ટરના પ્રોસેસરને પકડવામાં આવ્યો. પરંતુ, ખાખીના કથિત ભ્રષ્ટાચારે આખા નેટવર્ક પર પાણી ફેરવી દીધું.
ચર્ચા છે કે રૂ. ૨૦થી ૨૫ લાખનો તોડ કરીને એ પ્રોસેસરને જવા દેવાયો, જે હવે દુબઈ ભાગીને કરોડોના હવાલા પાડી રહ્યો છે. જો કડક પૂછપરછ થઈ હોત, તો ગુજરાતના ૫૦% કોલ સેન્ટરોના આકાઓ જેલના સળિયા પાછળ હોત.જ્યાં અવારનવાર ગેંગવોર થાય છે એ જ વિસ્તારના મંદિર પાસે આવેલી એક પ્રખ્યાત ચાની કીટલી પર એજન્સીના માણસો અને ગુનેગારોની બેઠકો જામે છે. સવાલ એ છે કે, જનતાની સુરક્ષાના નામે ચાલતા આ ‘કીટલી સેટિંગ્સ’ ક્યારે બંધ થશે?

 

3.

એક વહીવટદારને ‘કે કંપની’માં ‘સજા’ પણ તળાવવાળા પોલીસ સ્ટેશનમાં કરે છે ‘મજા’

શહેરના તાજેતરમાં જ રિડેવલપ થયેલા એક પ્રખ્યાત તળાવ પાસે આવેલા પોલીસ સ્ટેશનમાં અજીબ ખેલ ચાલી રહ્યો છે. અહીં ‘ધાર્મિક ગીત ગાતા’ પીઆઈ સાહેબે પોતાના ખાસ વિશ્વાસુ માણસ તરીકે વહીવટ સંભાળવા માટે પોતાના એક પારિવારિક મિત્રને જવાબદારી સોંપી છે, જે પોતે પણ એક પોલીસ કર્મચારી છે. આ કર્મચારી અગાઉ લઘુમતી સમાજનું વર્ચસ્વ ધરાવતા હાઈવે નજીકના એક પોલીસ સ્ટેશનનો વહીવટ કરતા હતા. જોકે, તેમની પ્રવૃત્તિઓની ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં, સજાના ભાગરૂપે તેમને ‘કે કંપની’ (હેડક્વાર્ટર) માં ભેગો  કરી દેવાયો હતો . આશ્ચર્યની વાત એ છે કે, હાલ ‘કે કંપની’ માં હોવા છતાં, તે આ તળાવવાળા પોલીસ સ્ટેશનનો આખો વહીવટ પડદા પાછળથી હેન્ડલ કરે છે. ચર્ચા તો ત્યાં સુધી છે કે અહીંના પીઆઈ સાહેબ આ ‘ખાસ’ વહીવટદારની મંજૂરી વગર પાણી પણ નથી પીતા.

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »