રાજકોટ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ઈન્ડિગોના 194 મુસાફરો ભરેલા વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ

રાજકોટ:

દુબઈથી મુંબઈ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (IGO 1452)માં મિડ-એરમાં એક મોટી આકસ્મિક ઘટના સામે આવી છે. ફ્લાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં અચાનક ધુમાડો (સ્મોક) દેખાતા વિમાનનું રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે ક્રૂ મેમ્બર્સ સહિત ૧૯૪ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ પાયલોટની સૂઝબૂઝથી ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ થતા મોટી દુર્ઘટના ટળી હતી.

૨:૪૫ વાગ્યે ફુલ ઈમરજન્સી જાહેર કરાઈ, ૩:૨૭ વાગ્યે લેન્ડિંગ

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાહે આપેલી માહિતી મુજબ, દુબઈથી મુંબઈ જઈ રહેલી આ ફ્લાઈટમાં કાર્ગો સેક્શનમાં સ્મોક વોર્નિંગ મળતા બપોરે ૨:૪૫ વાગ્યે એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે ૩:૨૭ વાગ્યે વિમાનનું એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. તમામ ૧૯૪ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

આ પણ વાંચોઃ https://lalkaarnews.com/dholka-flood-drone-rescue-prime-uav-gujarat/

ફાયર ફાઈટર્સ, એમ્બ્યુલન્સ અને બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે

મેજર કોલ મળતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના ૨ ફાયર ફાઈટર અને ૨ એમ્બ્યુલન્સ એરપોર્ટ પર તૈનાત કરી દેવાયા હતા. આ ઉપરાંત CISF, એરપોર્ટ પોલીસ તેમજ તબીબી સ્ટાફ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયો હતો. પ્રોટોકોલ મુજબ સુરક્ષાના કારણોસર બોમ્બ અને ડોગ સ્ક્વોડ પણ તપાસ માટે એરપોર્ટ પહોંચી ગઈ હતી.

આ પણ જૂઓઃ https://youtu.be/C0V2-s1W1kc?si=P3jVyqHlRKlnx66-

(નોંધ: બીજી એક અન્ય ઘટનામાં, સુરતથી ગોવા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (6E-419)માં બોર્ડિંગ પૂર્ણ થયા બાદ એક મુસાફરે અચાનક ઈમરજન્સી ગેટ ખોલી નાખતા અફરાતફરી મચી હતી, જોકે ક્રૂ મેમ્બર્સ અને CISFની સમયસૂચકતાથી મોટી સુરક્ષા ચૂકી ટળી હતી.)

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »