ગાંધીનગર / ઇન્ડસ્ટ્રિયલ દુર્ઘટના:
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા હેઠળ આવતી છત્રાલ GIDC માં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં આજે એક અત્યંત ગંભીર અને કરૂણ દુર્ઘટના સામે આવી છે. GIDC સ્થિત ‘કોવિકા ડાઈઝ’ નામની કેમિકલ ઉત્પાદક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ચાર શ્રમિકોનાં મોત નીપજયાં છે.
પ્રેશર વધતાં થયો ધમાકો: પ્રાથમિક માહિતી અનુસાર, પ્લાન્ટમાં કામદારો રોજિંદી કામગીરી કરી રહ્યા હતા ત્યારે બોઈલર અથવા વેસલમાં અચાનક પ્રેશર વધી જતાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો.
દૂર ફંગોળાયા કામદારો: બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે નજીક કામ કરી રહેલા શ્રમિકો દૂર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે ૪ કામદારોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.
મૃતક કામદારોની વિગતો: દુર્ઘટનામાં વિનોદકુમાર સિંદ, ટેડા દેહારી, લભણ મીણા અને સિકંદર દેહરી નામના ચાર શ્રમિકોના મોત થયા છે.
તપાસ: અકસ્માત બાદ કંપની પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
