અમદાવાદ / હવામાન:
હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, સમગ્ર ગુજરાતમાં હાલમાં સૂકા હવામાનની સ્થિતિ યથાવત્ જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં પણ વાતાવરણ આવું જ રહેવાની શક્યતા છે.
વરસાદ અંગે આગાહી: હવામાન વિભાગની અલ્ટીમેટમ આગાહી મુજબ, આગામી ૧૭ ઓક્ટોબર સુધી રાજ્યના કોઈપણ ભાગમાં વરસાદ પડવાની કોઈ શક્યતા નથી.
તાપમાનની સ્થિતિ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહ્યું છે.
હવામાન સ્થિર રહેશે: આવનારા દિવસોમાં રાજ્યમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર કે પલટો આવવાની સંભાવના નથી, જેના કારણે ગુલાબી ઠંડી અને ગરમી વચ્ચે બેવડી ઋતુનો અનુભવ ચાલુ રહેશે.
