વડોદરા / ઇન્ફ્રાસ્ટ્રક્ચર:
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે સંસ્કારી નગરી વડોદરામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને જટિલ કન્સ્ટ્રક્શન સફળતાપૂર્વક પૂર્ણ કરીને નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે.
રાજધાની રૂટ પર કામ પૂર્ણ: દિલ્હી-મુંબઈ રાજધાની મેઇન લાઇન પરથી પસાર થતી એલિવટેડ લાઇન માટેના તમામ ૧૪ પોર્ટલ બીમનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
૧૫૦૦ ટન વજન અને અનોખી પદ્ધતિ: જગ્યાની ભારે અછત અને ચાલુ રેલવે વ્યવહાર વચ્ચે conventional precast રીત શક્ય ન હોવાથી, ‘કાસ્ટ-ઇન-સિચ્યુ’ (Cast-in-situ) પદ્ધતિથી સ્થળ પર જ આશરે ૧૫૦૦ ટન વજન ધરાવતા આ મહાકાય બીમ તૈયાર કરવામાં આવ્યા છે.
અવિરત ટ્રેન વ્યવહાર: આ જટિલ કામગીરી દરમિયાન રેલવેના ચાલુ ટ્રેક પર વાહનવ્યવહારને પણ કોઈ મોટો ખલેલ પહોંચવા દીધો ન હતો.
આગામી તબક્કો: આ પોર્ટલ બીમ પૂર્ણ થતાં જ હવે વડોદરામાં વાયાડક્ટ ઇન્ટિગ્રેશન અને ૪૦ મીટર લાંબા કમ્પોઝિટ ગર્ડર્સ (Composite Girders) ગોઠવવાનો માર્ગ સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે.
