ખ્યાતનામ ગાયક જિગરદાન ગઢવીના ગરબાના ક્રેઝ વચ્ચે ગરબા રસિકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ‘સાચી નવરાત્રી’ ઈવેન્ટમાં ફાયર વિભાગની એનઓસી (NOC) ન હોવાના કારણે જિગરદાન ગઢવીના ગરબા શો રદ કરી દેવાયા હોવાની શક્યતા છે.
NOC વિના બે દિવસ આયોજન: મળતી વિગતો અનુસાર, આયોજકો દ્વારા ફાયર સેફ્ટીની જરૂરી NOC મેળવ્યા વિના જ બે દિવસ સુધી ગરબાનું મોટા પાયે આયોજન કરી દેવામાં આવ્યું હતું.
ફાયર વિભાગની લાલ આંખ: આ ગંભીર બેદરકારી સામે આવતા જ ફાયર વિભાગે કડક વલણ અપનાવીને આયોજકોને નોટિસ ફટકારી દીધી છે અને ઈવેન્ટ સ્થળે જરૂરી સુરક્ષા મંજૂરી ન મળે ત્યાં સુધી ગરબા સ્થગિત કરવા આદેશ આપ્યો છે.
પાસધારકોમાં ભારે રોષ અને ચિંતા: ગરબા રદ થવાના સમાચાર વાયરલ થતાં જ મોંઘા પાસ ખરીદનારા ગરબા રસિકો અને ખેલૈયાઓમાં ભારે ચિંતા અને અસંતોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
