રાજકોટ મહાનગરનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ગોંડલમાં જેટકો વીજપોલ સામે ૧૬,૦૦૦ ખેડૂતોની જનમેદની રોડ પર ઉતરી, ‘આપ’ નેતા જીગીષાબેન પટેલને રેલીમાંથી તગેડાયા!

Rajkot News: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં જેટકો (JETCO) કંપનીની હાઈટેન્શન લાઈન અને વીજપોલ નાખવાની કામગીરી સામે ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. ગોંડલ તાલુકા કિસાન સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં નાયબ કલેક્ટર કચેરી સુધી એક વિશાળ પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જામજોધપુર, જસદણ, મોરબી અને જેતપુર તાલુકાના અંદાજે ૧૬,૦૦૦ જેટલા ખેડૂતો પ્રચંડ જનમેદની સાથે જોડાયા હતા અને સરકાર સામે આરપારની લડાઈના મંડાણ કર્યા હતા.

વળતર વિના કામગીરીનો વિરોધ, હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવાશે

ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે, યોગ્ય વળતર આપ્યા વિના અને કાયદેસરના એગ્રીમેન્ટ કર્યા વિના જ કંપની દ્વારા ખેતરોમાં ગેરકાયદેસર રીતે વીજપોલ ઊભા કરી દેવામાં આવ્યા છે. આ અન્યાય સામે હવે કિસાન સંગઠનો કાયદાકીય લડત આપવાના મૂડમાં છે. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ટૂંક સમયમાં જ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સામૂહિક રિટ પિટિશન દાખલ કરશે. આ સાથે જ નાયબ કલેક્ટર મારફત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને હાઈટેન્શન લાઈનની કામગીરી તાત્કાલિક ધોરણે સ્થગિત કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

બિનરાજકીય રેલીમાં ‘આપ’ નેતાની એન્ટ્રીથી માહોલ ગરમ, કિસાન નેતાએ લીધા આડેહાથ

આ વિશાળ ખેડૂત આંદોલન વચ્ચે ત્યારે ભારે રાજકીય ગરમાવો આવી ગયો, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) ના મહિલા નેતા જીગીષાબેન પટેલ આ રેલીમાં જોડાયા હતા. આ રેલી સંપૂર્ણપણે બિનરાજકીય હોવાથી કિસાન અગ્રણી રાજુભાઈ સખીયા અને જીગીષાબેન વચ્ચે રસ્તા વચ્ચે જ ઉગ્ર બોલાચાલી થઈ હતી. કિસાન નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે, “આ ખેડૂતોની લડાઈ છે, આમાં કોઈને રાજકીય રોટલા શેકવા દેવામાં નહીં આવે.” વિવાદ વધતાં અને મામલો બિચકે તે પહેલાં જ, ખેડૂતોના આક્રોશને જોઈ ‘આપ’ નેતા જીગીષાબેન પટેલને રેલી અધવચ્ચે જ છોડીને રવાના થવાની ફરજ પડી હતી.

“ગુજરાતના ૧૮,૦૦૦ ગામડાં ખળભળશે” – સરકારને ખુલ્લી ચીમકી

ગોંડલથી શરૂ થયેલી આ વિરોધની ચિંગારી હવે આખા ગુજરાતમાં ફેલાય તેવા એંધાણ છે. ખેડૂત અગ્રણીઓએ સરકારને ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું છે કે, જો વહેલી તકે ખેડૂતોના હિતમાં અને યોગ્ય વળતર આપવાનો નિર્ણય કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગુજરાતના તમામ ૧૮,૦૦૦ ગામડાંના ખેડૂતોને એકમંચ પર લાવીને રાજ્યવ્યાપી ઉગ્ર અને અભૂતોપૂર્વ આંદોલન છેડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વીજપોલ મામલે હાલ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ખેડૂતો કલેક્ટર કચેરીઓએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »