અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad: ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે લાખોની સ્પોર્ટ્સ બાઈક ચોરતી ‘લબરમુછિયા’ ટોળકી ઝડપાઈ, માઉન્ટ આબુમાં કરતા હતા સ્ટંટ

અમદાવાદ: અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઈક ચોરી થવાની ફરિયાદો ઉઠી હતી. આ મામલે ઝોન-1 LCB એ મોટી સફળતા મેળવીને સ્પોર્ટ્સ બાઈક ચોરતી એક ટોળકીના ૩ સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અને ચોરી પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે.

મોજ-શોખ અને ગર્લફ્રેન્ડ માટે બન્યા ચોર

 

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ત્રણ લબરમુછિયા યુવકો મોજ-શોખ પૂરો કરવા અને પોતાની ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે ચોરીના રવાડે ચડ્યા હતા. તેઓ ચોરી કરેલી સ્પોર્ટ્સ બાઈક લઈને માઉન્ટ આબુની પહાડીઓમાં ફરવા જતા હતા અને ત્યાં પોતાની ગર્લફ્રેન્ડ સામે સ્ટંટ કરતા હતા. એટલું જ નહીં, ગર્લફ્રેન્ડની મોંઘી ખરીદી અને લાઈફસ્ટાઈલના ખર્ચ પૂરા કરવા માટે તેઓ આ લાખોની બાઈક અડધી કિંમતે રાજસ્થાનમાં વેચી દેતા હતા.

₹૨૦૦ના ‘ડીસમીસ’ થી તોડતા હતા લાખોનું લોક

આ ટોળકીની ચોરી કરવાની રીત ખૂબ જ અજીબ હતી. તેઓ બજારમાં માત્ર ₹૧૦૦ થી ૨૦૦ માં મળતા ‘ડીસમીસ’ (Screwdriver) જેવા સામાન્ય હથિયારનો ઉપયોગ કરતા હતા. આ સાધનથી તેઓ મોંઘી સ્પોર્ટ્સ બાઈકના સ્ટેરીંગ લોક અને ઇગ્નીશન તોડીને બાઈક ચોરી કરી પલાયન થઈ જતા હતા.

કેવી રીતે ઝડપાઈ ટોળકી?

 

 

ઝોન-1 DCP હર્ષદ પટેલના જણાવ્યા મુજબ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, સોલા અને સાબરમતી જેવા વિસ્તારોમાંથી મળતી ફરિયાદો બાદ પોલીસે CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં ત્રણ યુવકો શંકાસ્પદ હાલતમાં કેદ થયા હતા. ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે રાજસ્થાનના શિહોરી અને ડુંગરપુરના વતની એવા સુનિલકુમાર, કૈલાશ અને બ્રિજેશ કુમારની ધરપકડ કરી છે.

મુખ્ય વિગતો:

 

  • કુલ ધરપકડ: ૩ આરોપીઓ (૩ હજુ ફરાર છે).

  • કબ્જે કરેલો મુદ્દામાલ: ₹૧૩ લાખની કિંમતની કુલ ૧૨ સ્પોર્ટ્સ બાઈક.

  • ટાર્ગેટ એરિયા: અમદાવાદ પશ્ચિમના રહેણાંક વિસ્તારો.

  • આરોપીઓનું રોકાણ: આરોપી કૈલાશ થલતેજમાં રહેતો હતો, જ્યાં રાજસ્થાનથી આવતા અન્ય સાગરીતો રોકાતા હતા.

પોલીસે હાલમાં ફરાર અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ ટોળકી છેલ્લા પાંચ મહિનાથી સક્રિય હતી અને માત્ર સ્પોર્ટ્સ બાઈકને જ ટાર્ગેટ કરતી હતી.

admin

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »