અમદાવાદ શહેરમાં ગંભીર વારસાગત રક્તવિકાર એટલે કે થેલેસેમિયાના અમદાવાદ શહેરમાં ગંભીર વારસાગત રક્તવિકાર એટલે કે થેલેસેમિયાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના તાજેતરના આંકડાઓ મુજબ, ચાલુ વર્ષ દરમિયાન શહેરમાં કુલ 2,166 લોકો થેલેસેમિયા પોઝિટિવ નોંધાયા છે, જે તંત્ર અને નાગરિકો માટે લાલબત્તી સમાન છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કુલ નોંધાયેલા કેસોમાં મહિલાઓની સંખ્યા ઘણી વધારે છે, જેમાં 2,015 મહિલાઓ અને 151 પુરુષોનો સમાવેશ થાય છે. સગર્ભાવસ્થા દરમિયાન થતી નિયમિત તપાસને કારણે મહિલાઓમાં આ રોગનું નિદાન વધુ પ્રમાણમાં સામે આવી રહ્યું હોવાનું માનવામાં આવે છે.
આ વધતા જતા આંકડાઓને ધ્યાનમાં રાખીને શહેરના આરોગ્ય નિષ્ણાતો અને તબીબોએ યુવા પેઢીને ખાસ તકેદારી રાખવાની સલાહ આપી છે. નિષ્ણાતોના મતે, આ ગંભીર બીમારીને આવનારી પેઢીમાં ફેલાતી અટકાવવા માટે દરેક યુવક-યુવતીએ લગ્ન પહેલાં ફરજિયાતપણે થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જોઈએ. તબીબી વિજ્ઞાન અનુસાર, જો માતા અને પિતા બંને થેલેસેમિયા માઈનોર હોય, તો તેમના થકી જન્મ લેનાર બાળકને અત્યંત જોખમી એવો ‘થેલેસેમિયા મેજર’ રોગ થવાની પ્રબળ શક્યતા રહે છે. થેલેસેમિયા મેજરથી પીડિત બાળકને જીવનભર નિયમિત લોહી ચડાવવાની જરૂર પડે છે, તેથી જ લગ્ન પૂર્વેની જન્મકુંડળીની સાથે-સાથે લોહીની કુંડળી એટલે કે થેલેસેમિયા ટેસ્ટ કરાવવો અનિવાર્ય બન્યો છે.કેસોમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના તાજેતરના આંકડાઓ મુજબ, ચાલુ વર્ષ દરમિયાન અનુસાર, જો માતા અને પિતા બંને થેલેસેમિયા માઈનોર હોય, તો તેમના થકી જન્મ લેનાર બાળકને અત્યંત જોખમી એવો ‘થેલેસેમિયા મેજર’ રોગ થવાની પ્રબળ શક્યતા રહે છે. થેલેસેમિયા મેજરથી પીડિત બાળકને જીવનભર નિયમિત લોહી ચડાવવાની જરૂર પડે છે, તેથી જ લગ્ન પૂર્વેની જન્મકુંડળીની સાથે-સાથે લોહીની કુંડળી એટલે કે થેલેસેમિયા ટેસ્ટ કરાવવો અનિવાર્ય બન્યો છે.
