મુંબઈ / એન્ટરટેઈનમેન્ટ બ્રેકિંગ:
બોલિવૂડના ‘બિગ બી’ એટલે કે અમિતાભ બચ્ચનની તબિયતને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્યને કારણે ચર્ચામાં રહેલા અમિતાભ બચ્ચનની તબિયત વધુ લથડતા લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) નું શૂટિંગ હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે.
ડોક્ટરોની સલાહ અને બ્લોગમાં ખુલાસો:
અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તબિયત નાદુરસ્ત હોવાના કારણે ડોક્ટરોએ તેમને થોડા સમય માટે આરામ કરવાની કડક સલાહ આપી છે. આ ઉપરાંત, તેમણે પોતાના સત્તાવાર બ્લોગમાં પણ વાતચીત કરતા લખ્યું હતું કે તેમને રાત્રે પૂરતી ઊંઘ ન આવવાની (Insomnia) સમસ્યા સતાવી રહી છે.
શૂટિંગ સ્થગિત:
મેગાસ્ટારની તબિયતને ધ્યાનમાં રાખીને KBC ના મેકર્સે આગામી નવા એપિસોડ્સનું શૂટિંગ હાલ રોકી દીધું છે, જેથી તેઓ સ્વાસ્થ્ય લાભ લઈ શકે.
