ગાંધીનગર / સ્ટેટ બ્રેકિંગ:
દિવાળીના તહેવારો પૂર્વે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા રાજ્યના અંદાજે ૯.૬૯ લાખ કર્મયોગીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપતા મોંઘવારી ભથ્થામાં (DA) ૩ ટકાનો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ:
સરકારના આ નિર્ણયથી રાજ્યના ૪.૬૨ લાખ કર્મયોગીઓ અને ૫.૦૭ લાખ પેન્શનર્સને સીધો લાભ મળશે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
એરિયર્સની ચુકવણી અને આર્થિક બોજ:
કર્મચારીઓને ગત જુલાઈ-૨૦૨૬ થી ઓક્ટોબર-૨૦૨૬ સુધીના ૪ માસની તફાવતની (એરિયર્સ) રકમ આગામી નવેમ્બર-૨૦૨૬ ના પગાર સાથે જ એક જ હપ્તામાં ચૂકવી દેવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા એરિયર્સ પેટે કુલ રૂ. ૫૨૩ કરોડની રકમ ચૂકવવામાં આવશે, જેનાથી કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
