ગાંધીનગર / સાયબર ક્રાઈમ બ્રેકિંગ:
રાજ્યના પૂર્વ મંત્રી રાઘવજી પટેલનું સોશિયલ મીડિયા હેન્ડલ એટલે કે WhatsApp એકાઉન્ટ હેક થઈ ગયું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. હેકર્સ દ્વારા તેમના નંબરનો ગેરઉપયોગ કરીને સંપર્કમાં રહેલા લોકોને મેસેજ મોકલવામાં આવી રહ્યા હોવાની માહિતી મળતા જ ખુદ પૂર્વ મંત્રી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને તમામ નાગરિકોને સાવચેત કરવામાં આવ્યા છે.
નાણાકીય માંગણીઓ પર ભરોસો ન કરવા અપીલ:
રાઘવજી પટેલે પોતાના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ પરથી સ્પષ્ટતા કરી છે કે તેમનું WhatsApp હેક થઈ ગયું છે, જેથી જો કોઈ પણ વ્યક્તિને તેમના આ નંબર પરથી નાણાકીય સહાય કે અન્ય કોઈ મેસેજ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવે, તો તેવા કોઈ પણ સંદેશા પર ભરોસો ન કરવો અને સાયબર ફ્રોડથી બચવું.
મિત્રો અને સમર્થકોમાં સાવચેતી:
આ ઘટના સામે આવ્યા બાદ તેમના કાર્યકરો, મિત્રો અને શુભિચ્છકોમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. સાયબર ક્રાઈમના વધતા જતા બનાવો વચ્ચે એક દિગ્ગજ નેતાનું એકાઉન્ટ જ હેક થઈ જતાં સુરક્ષા સામે પણ મોટા સવાલો ઊભા થયા છે.
