વડોદરા / સિટી બ્રેકિંગ:
સંસ્કારી નગરી વડોદરામાંથી સ્થાનિક રાજકારણ અને તંત્રને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં વિકાસલક્ષી કામગીરી બાબતે બોલાચાલી થયા બાદ ભાજપના કોર્પોરેટર અને પાલિકાના એક ઉચ્ચ અધિકારી વચ્ચે સરેઆમ મારામારી થઈ હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અધિકારી હાથમાં પથ્થર લઈને દોડ્યો:
ઘટનાસ્થળેથી સામે આવેલા વાયરલ વિડીયોમાં પાલિકાના અધિકારી પ્રકાશ રોહિત અને ભાજપના કાઉન્સિલર બંને એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ રસ્તા પર જ આક્રમક રીતે લડતા નજરે પડે છે. વિડીયોમાં અધિકારી હાથમાં પથ્થર લઈને મારવા ધસી આવતો દેખાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
તંત્ર અને રાજકીય ગલિયારામાં ખળભળાટ:
કામગીરીના મુદ્દે જાહેર રસ્તા પર જ બનેલી આ હિંસક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ વડોદરા પાલિકાના વહીવટી તંત્ર અને શાસક પક્ષ ભાજપમાં ભારે ખળભળાટ વ્યાપી ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આગળની શિસ્તભંગ તથા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
