રાજકોટ / પૉલિટિકલ બ્રેકિંગ:
રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કરશનબાપુ ભાદરકા દ્વારા કેન્દ્ર સરકાર અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે અત્યંત આક્રમક વિરોધ નોંધાવવામાં આવ્યો છે.કેન્દ્ર સરકારના ઈશારે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા કથિત કૃત્યોના વિરોધમાં કરશનબાપુ ભાદરકાએ પ્રતીકાત્મક જળ સમાધિ લઈને સરકાર સામે મોરચો ખોલ્યો છે.
લોકશાહી પર પ્રહારનો ગંભીર આક્ષેપ:
આક્રોશ વ્યક્ત કરતા કરશનબાપુ ભાદરકાએ જણાવ્યું હતું કે મોદી સાહેબ અને જ્ઞાનેશ કુમારનું આ કૃત્ય લોકશાહીપ્રેમીઓને જળ સમાધિ લઈ લેવા માટે મજબૂર કરી રહ્યું છે.”મત તોડવાનો અને કાપવાનો ધંધો એટલે સીધી રીતે લોકશાહી ખતમ કરવાનો ધંધો છે”તેમ જણાવીને તેમણે લોકશાહીના દુશ્મનો સામે લાલઘૂમ રોષ વ્યક્ત કર્યો હતો.
પરોક્ષ હત્યા સમાન કૃત્ય:
તેમણે સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકારના ઈશારે જ્ઞાનેશ કુમારે કરેલું કૃત્ય પરોક્ષ રીતે કે લોકશાહીની દ્રષ્ટિએ હત્યાઓ સમાન છે. “લોકશાહીના દુશ્મનો શરમ કરો શરમ”ના નારા સાથે આ વિરોધ પ્રદર્શને રાજકીય ગલિયારોમાં ભારે હલચલ મચાવી દીધી છે.
