નેશનલ / બિઝનેસ બ્રેકિંગ:
આવતીકાલથી નવો મહિનો (૧ નવેમ્બર) શરૂ થઈ રહ્યો છે, અને દર મહિનાની જેમ આ વખતે પણ સામાન્ય નાગરિકોના જીવન સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમોમાં મોટા બદલાવ થવા જઈ રહ્યા છે. આ ફેરફારો સીધા જ તમારા રસોડાના બજેટ, ટેક્સ, કોમ્યુનિકેશન અને મુસાફરી પર અસર કરશે.
મુખ્ય ફેરફારોની વિગતો:
LPG સિલિન્ડર: દર મહિનાની પહેલી તારીખની જેમ આવતીકાલે પણ સરકારી તેલ કંપનીઓ દ્વારા ગેસ સિલિન્ડર (LPG Cylinder)ના નવા ભાવ જાહેર કરવામાં આવશે, જેના પર સૌની નજર રહેશે.
ટોલ પ્લાઝા પાસ: ટોલ પ્લાઝાની આસપાસ સ્થાનિક વિસ્તારમાં રહેતા નાગરિકો માટે ૧,૫00 રૂપિયાનો વાર્ષિક પાસ બનાવવાની નવી વ્યવસ્થા અમલમાં આવી શકે છે.
વેપારીઓ માટે નવી સિસ્ટમ: ૫ કરોડ રૂપિયાથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વ્યવસાયો માટે જીએસટી કે ટેક્સ રિટર્નની નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે.
મોબાઇલ કોલર આઈડી: ટેલિકોમ નિયમો અનુસાર હવે મોબાઇલ પર કોલ આવવા પર યુઝર્સના ફોનની સ્ક્રીન પર તેમનું કેવાયસી (KYC) આધારિત સાચું નામ દર્શાવવું ફરજિયાત બનશે.
તમિલનાડુ દારૂ વેચાણ નિયમ: તમિલનાડુમાં ૧,૦૦૦ રૂપિયાથી વધુ કિંમતની દારૂની બોટલો ખરીદવા માટે માત્ર રોકડ નહીં પરંતુ ડિજિટલ ચુકવણી (UPI/Card) ફરજિયાત કરવામાં આવી છે.
