ગુજરાત / બિઝનેસ બ્રેકિંગ:
દિવાળીના પવિત્ર તહેવારો આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સામાન્ય જનતા અને ગૃહિણીઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલા જ રાજ્યમાં મુખ્ય ખાદ્યતેલોના ભાવમાં સીધો વધારો ઝીંકાયો છે, જેના કારણે મોંઘવારીનો વધુ એક બોજ સામાન્ય લોકો પર પડ્યો છે.
સિંગતેલ અને કપાસિયા તેલ મોંઘા:
પ્રાપ્ત માહિતી અનુસાર, ખાધ્યતેલોના બજારમાં સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે ૧૫ રૂપિયાનો વધારો થયો છે, જ્યારે કપાસિયા તેલમાં પ્રતિ ડબ્બે ૨૦ રૂપિયાનો નોંધપાત્ર વધારો થયો છે. તહેવારો ટાણે જ તેલના ડબ્બા મોંઘા થતાં રસોડાનું આખું ગણિત અને બજેટ ખોરવાઈ ગયું છે.
ગ્રાહકોમાં ચિંતાનું મોજુ:
દિવાળીના દિવસોમાં ફરસાણ અને મીઠાઈઓ બનાવવામાં તેલનો વપરાશ મોટા પ્રમાણમાં થતો હોય છે, તેવામાં ભાવવધારાના આ ઝટકાથી સામાન્ય પરિવારોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
