ભાવનગર / રાજકીય બ્રેકિંગ:
લાંબા સમય સુધી પગની સારવાર લીધા બાદ રાજ્યમંત્રી પરસોતમ સોલંકી સ્વસ્થ થઈને ભાવનગર પરત ફર્યા છે. ભાવનગર આગમન વેળાએ તેઓ પોતાના અસલ અને અટપટા મૂડમાં જોવા મળ્યા હતા અને વિરોધીઓ તેમજ રાજકીય ગલિયારાને આકરો સંદેશ આપ્યો હતો.
એક મહિનાની સારવાર બાદ વાપસી: પગની આંગળીના ઓપરેશન માટે તેમણે મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલમાં સતત એક મહિનો સારવાર લીધી હતી. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેઓ ભાવનગર પરત ફર્યા છે.
કોળી સમાજના આગેવાનો દ્વારા સ્વાગત: ભાવનગર પહોંચતાં જ કોળી સમાજ સહિત અન્ય સમાજના અગ્રણીઓ, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં મંત્રી પરસોતમ સોલંકીને શુભેચ્છાઓ આપવા અને ખબરઅંતર પૂછવા પહોંચ્યા હતા, જેમના સાથે તેમણે ઉમળકાભેર મુલાકાત કરી હતી.
દાદાનો અસલ મૂડ અને હુંકાર: મુલાકાત દરમિયાન મંત્રી પરસોતમ સોલંકીએ દમદાર અંદાજમાં જણાવ્યું હતું કે, “હું ૩૦ વર્ષ પહેલાં હતો એ જ આજે છું,મારામાં કોઈ ફરક પડવાનો નથી. પરસોતમ સોલંકી સિંહ છે અને સિંહ જ રહેશે, કોઈના કંઈ કહેવાથી કોઈ ફેર પડવાનો નથી.”
