હેલ્થ / ગ્લોબલ બ્રેકિંગ:
કોરોના અને મંકીપોક્સ બાદ હવે વિશ્વમાં વધુ એક ખતરનાક વાયરસની એન્ટ્રી થતાં આરોગ્ય ક્ષેત્રે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ફ્રાન્સમાં ‘શમોંડા વાયરસ’ (Shamonda Virus)થી માનવ સંક્રમણનો સૌપ્રથમ કેસ નોંધાયો છે, જેમાં સંક્રમિત દર્દીનું ઓક્ટોબરના પ્રારંભમાં જ કરૂણ મોત થયું હોવાનું અહેવાલમાં સામે આવ્યું છે.
શું છે શમોંડા વાયરસ?: આ વાયરસ મુખ્યત્વે પશુઓ (ઢોર-ઢાંખર) અને લોહી ચૂસતા કીટકો (મચ્છર/જીવાત) સાથે સંકળાયેલો છે.
ભારતના પશુધન માટે નિષ્ણાતોની સલાહ: ભારતમાં વિશાળ પ્રમાણમાં પશુધન આવેલું હોવાથી આરોગ્ય અને પશુપાલન ક્ષેત્રના નિષ્ણાતોએ પશુઓમાં જોવા મળતી અસામાન્ય બીમારીઓ અને લક્ષણો પર સતત દેખરેખ (Surveillance) રાખવાની જરૂરિયાત દર્શાવી છે.
ભારતમાં સીધા જોખમના પુરાવા નથી: જોકે, હાલની માહિતી અનુસાર ભારતમાં શમોંડા વાયરસથી માનવો કે પશુઓમાં સીધા કોઈ જોખમ કે કેસના પુરાવા સામે આવ્યા નથી.
